પીએમ મોદીએ મોડલમાંથી ટેબલ ટેનિસ સ્ટાર બનેલી આ ખેલાડીને આપી ફિટનેસ ચેલેન્જ - Sandesh
  • Home
  • Featured
  • પીએમ મોદીએ મોડલમાંથી ટેબલ ટેનિસ સ્ટાર બનેલી આ ખેલાડીને આપી ફિટનેસ ચેલેન્જ

પીએમ મોદીએ મોડલમાંથી ટેબલ ટેનિસ સ્ટાર બનેલી આ ખેલાડીને આપી ફિટનેસ ચેલેન્જ

 | 10:48 am IST

 

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા ફિટનેસ ચેલેન્જને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે. નરેન્દ્ર મોદીએ હવે આ ચેલેન્જ કૉમનવેલ્થમાં ગૉલ્ડ મેડલ જીતનારી ટેનિસ ખેલાડી મનિકા બત્રાને આપ્યું છે.

કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌરે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને આ ફિટનેસ ચેલેન્જની શરૂઆત કરી હતી. રાઠૌરે સોશિયલ મીડિયા પર કસરત કરતા ‘હેશટેગ ફિટનેસ ચેલેન્જ’ સાથે પોતાની એક તસવીર અને વિડીયો શેર કર્યો હતો, ત્યારબાદ આ ચેલેન્જ સોશિયલ મીડિયા પર શરૂ થઇ હતી.

વિરાટ કોહલીએ વર્કઆઉટનો એક વિડીયો શેયર કર્યો હતો. વિરાટે ટ્વિટમાં લખ્યું હતુ, ‘મે રાજ્યવર્ધનસિંહ રાઠૌરનાં ફિટનેસ ચેલેન્જને સ્વીકાર્યું છે. સર, હું મારી પત્ની અનુષ્કા શર્મા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમ.એસ.ધોની ભાઇને આ ચેલેન્જ આપુ છું. હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, હેશટેગ કમઆઉટ એન્ડ પ્લે.’

પીએમ મોદીએ વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતુ કે તે જલદી પોતાનો ફિટનેસ વિડીયો શેયર કરશે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો ફિટનેસ વિડીયો શેર કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘મને ખુશી છે કે મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કરવામાં આવ્યો.’ તેમણે કર્ણાટકનાં સીએમ એચડી કુમારસ્વામી અને કૉમનવેલ્થ 2018માં ગૉલ્ડ મેડલ જીતનાર મનિકા બત્રાની સાથે સાથે દરેક IPS ઑફિસર ખાસ કરીને જે 40 વર્ષ ઉપરનાં છે તેમને આ ચેલેન્જ આપી છે.