PM Modi Gave Warning Through Ajay Devgn Dialogue
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અજય દેવગનનો પ્રખ્યાત ડાયલોગ બોલીને PM મોદીએ કોરોના વાયરસને લઈ આપી ચેતવણી

અજય દેવગનનો પ્રખ્યાત ડાયલોગ બોલીને PM મોદીએ કોરોના વાયરસને લઈ આપી ચેતવણી

 | 10:19 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ મંગળવારે દેશના કોરોના વાયરસ (Coronavirus) રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા માટે 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે દરેકને કોરોનાને પહોંચી વળવાની વ્યૂહરચના ઘડવા સૂચના આપી. આ સમય દરમિયાન, વડાપ્રધાન મોદીએ અજય દેવગન (Ajay Devgan)ની ફિલ્મનો ડાયલોગ બોલ્યો હતો અને દેશના લોકોને કોરોના સામે ચેતવણી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન અજય દેવગણની પ્રખ્યાત ફિલ્મ ‘દિલવાલે’ (Dilwale) સાથે અભિનેતાનો લોકપ્રિય ડાયલોગ બોલ્યો હતો.

સાવધાની રાખવાની જરૂર

તેમણે બધાને ચેતવતા કહ્યું કે, “કોરોના પર એ ના કહેવું પડે કે મેરી કશ્તી ભી વહીં ડૂબી, જહાં પાની કમ થા.” ઉલ્લેખનીય છે કે મોદીજી તેમના ભાષણોમાં શેર-ઓ-શાયરી અને કવિતાઓ સંભળાવતા પણ જોવા મળે છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં આપણે કેટલાક પ્રતિબંધો એટલા માટે મુકવા પડ્યા જેથી કેટલીક વ્યવસ્થાઓ વિકસિત કરી શકાય. હવે આપણી પાસે ટીમ તૈયાર છે, લોકો તૈયાર છે, જો થોડી સાવધાની રાખીશું તો ચીજો સંભાળી શકાય છે.

લોકોને કોરોનાની ગંભીરતા પ્રત્યે જાગૃત કરવા પડશે

પીએમ મોદીએ કહ્યું કે, આપણે ચિંતા કરવી પડશે કે કેસ આગળ વધશે નહીં. આપત્તિના ઊંડા સમુદ્રથી નીકળીને આપણે કાંઠા તરફ આગળ વધી રહ્યા છીએ. એવું ના થાય કે, ‘હમારી કસ્તી વહાં ડૂબ જાએ, જહાં પાની કમ થા.’ પીએમ મોદીની આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશમાં લોકડાઉન થવાનું નથી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે લોકોને કોરોનાની ગંભીરતા પ્રત્યે ફરીથી જાગૃત કરવા પડશે. આપણે કોઈ પણ સ્થિતિમાં હળવાશ ના રાખવી જોઇએ. મુશ્કેલીના ઊંડા સમુદ્રમાંથી નીકળીને આપણે કિનારા તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યારે આખી દુનિયા માનતી હતી કે ભારત આ નહીં કરી શકે.

આ વિડીયો પણ જુઓ: કચ્છમાં વધતા કોરોના કેસો લઈને તંત્ર હરકતમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન