PM Modi Giving Brief Of His Government's Work In Last 75 Days
  • Home
  • Featured
  • PM મોદીએ આપ્યો 75 દિવસનો હિસાબ, કહ્યું – સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કામ

PM મોદીએ આપ્યો 75 દિવસનો હિસાબ, કહ્યું – સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કામ

 | 11:11 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનાં 75 દિવસ પુરા થવા પર અત્યાર સુધીનાં કામકાજને શાનદાર ગણાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના બીજા કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે સરકાર ‘સ્પષ્ટ નીતિ, યોગ્ય દિશા’ પર ચાલી રહી છે અને ખેડૂતોથી લઇને કાશ્મીર સુધી તમામ પર કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હટાવ્યા બાદ વિશેષ દરજ્જો ખત્મ કર્યા બાદ ઇન્ટરવ્યૂ આપ્યું.

તેમણે કહ્યું કે, “આપણે અત્યાર સુધી જે પણ મેળવ્યું છે કે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે.” પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, “શરૂઆતનાં 75 દિવસમાં અમારી સરકારમાં ઘણું બધુ થયું છે. બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-2 સુધી. ભ્રષ્ટાચાર સામે એક્શનથી લઇને મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકનાં અભિશાપથી મુક્ત કરાવવા સુધી સામેલ છે.”

કલમ 370ને વ્યવસ્થિત અને અવરોધ વગર સફળતાપૂર્વક હટાવી

પોતાની સરકારનાં બીજા કાર્યકાળનાં 75માં દિવસે આઈએએનએસની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ વિવાદાસ્પદ કલમ 370 અને કલમ 35-Aને વ્યવસ્થિત અને અવરોધ વગર સફળતાપૂર્વક હટાવી તેનાથી ના ફક્ત પાકિસ્તાનની આંખો ફાટી ગઈ, પરંતુ તેણે પોતાનું સંતુલન ગુમાવી દીધું. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ શરૂઆતનાં 100 દિવસ પર સામે રાખે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે 75 દિવસ પર જ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે.

સરકારનાં પ્રથમ 75 દિવસની અંદર જ ઘણી બધી ચીજો થઈ

જ્યારે પીએમ મોદીને શરૂઆતમાં જ પુછવામાં આવ્યું કે તેમનો બીજો કાર્યકાળ આખરે કઇ રીતે અલગ છે? પ્રધાનમંત્રી મોદીએ સીધો જવાબ આપતા કહ્યું કે, “અમે અમારી સરકાર બનતાનાં થોડાક દિવસોની અંદર એક શાનદાર ગતિ નક્કી કરી. આપણે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે. અમારી સરકારનાં પ્રથમ 75 દિવસની અંદર જ ઘણી બધી ચીજો થઈ. બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-2, ભ્રષ્ટાચારની સામે કાર્યવાહીથી લઇને મુસ્લિમ મહિલાઓને 3 તલાક જેવી કુરીતિથી બચાવવી, કાશ્મીરથી લઇને ખેડૂત સુધી અમે એ બધુ કરી બતાવ્યું જે એક સ્પષ્ટ બહુમતવાળી દ્રઢ સંકલ્પવાળી સરકાર કરી મેળવી શકે છે.”

સંસદમાં મજબૂતીનાં કારણે થયું કામ

તેમણે આગળ કહ્યું કે, “અમે પાણીનો પુરવઠો સુધારવા અને જળ સંરક્ષણ માટેનાં એકીકૃત દ્રષ્ટિકોણ અને એક મિશન મોડ માટે જલશક્તિ મંત્રાલયનાં ગઠનની સાથે અમારા સમયનાં સર્વાધિક જરૂરી મુદ્દાઓ નિવારવાની શરૂઆત કરી.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “એક રીતે સરકારનું જે જોરદાર રીતે સત્તામાં પુનરાગમન થયું તેનું પણ આ પરિણામ છે. અમે આ 75 દિવસમાં જે મેળવ્યું છે, એ આ મજબૂત પાયાનું પરિણામ છે, જે અમે ગત પાંચ વર્ષમાં બનાવ્યા હતા. ગત 5 વર્ષમાં કરવામાં આવેલા સેંકડો સુધારાઓનાં કારણે દેશ આજે આ ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે, આમાં જનતાની આકાંક્ષાઓ જોડાયેલી છે. આ ફક્ત સરકારનાં કારણે નહીં, પરંતુ સંસદમાં મજબૂતીનાં કારણે પણ થયું.”

અત્યાર સુધીનું ફળદાયી સત્ર : મોદી

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, “17મી લોકસભાનાં પ્રથમ સત્રએ રેકૉર્ડ બનાવ્યો છે. આ 1952થી લઇને અત્યાર સુધીનું સૌથી સફળ સત્ર રહ્યું છે. મારી નજરમાં આ નાની ઉપલબ્ધિ નથી, પરંતુ આ એક ઐતિહાસિક પડાવ છે, જેણે સંસદને જનતાની જરૂરિયાતો પ્રત્યે વધારે જવાબદાર બનાવી.”

આ વિડીયો પણ જુઓ: જન્નતમાં જય હિન્દ – સ્પેશ્યલ રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન