PM Modi government proposes model tenancy law for tenants and landlords
  • Home
  • Featured
  • ભાડૂઆતો માટે સારા સમાચાર, મોદી સરકાર લઈને આવી રહી છે આ બિલ

ભાડૂઆતો માટે સારા સમાચાર, મોદી સરકાર લઈને આવી રહી છે આ બિલ

 | 7:35 pm IST

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નવો નિયમ લઈને આવી રહી છે, જેના દ્રારા મકાન માલિક અને ભાડૂઆતના હિતોની રક્ષા થશે. આ કાનૂનનો ડ્રાફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. જેના માટે સામાન્ય લોકો પાસેથી પણ સલાહ માગવામાં આવી છે. ડ્રાફ્ટ હેઠળ મકાન માલિક પોતાની મરજીથી ભાડૂં વધારી શકશે નહીં, તો મકાન કે દુકાન ભાડે લેવા માટે 2 મહિનાથી વધારાની ડિપોઝિટ પણ લઈ શકશે નહી.

આ એક્ટ હેઠળ મકાન માલિકને ભાડૂઆતના ઘરે કોઈપણ કામે આવવું હશે તો, 24 કલાક પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. રેન્ટ એગ્રીમેન્ટ હેઠળ ભાડૂઆતને લેખિત સમયસીમા પહેલાં કાઢી શકાશે નહીં, જ્યાં સુધી તેણે સતત બે મહિના સુધી ભાડૂં ન ભર્યું હોય કે પછી પ્રોપર્ટીનો ખોટો ઉપયોગ કર્યો હોય.

ભાડૂઆત જો રેન્ટ એગ્રીમેન્ટ ખતમ થયા બાદ પણ મકાન ખાલી ન કરી રહ્યો હોય, તો મકાન માલિક ચાર ગણું માસિક ભાડું માગવાનો અધિકાર રાખે છે. ડ્રાફ્ટમાં કહેવાયું છે કે, જો ભાડૂઆત એગ્રિમેન્ટ પ્રમાણે સમયસીમાની અંદર મકાન કે દુકાન ખાલી ન કરે તો, મકાન માલિક આગામી બે મહિના સુધી તેની પાસેથી બેગણું ભાડું માગી શકે છે. અને તેના બે મહિના બાદ ચાર ગણું ભાડું વસુલ કરવાનો અધિકાર રાખે છે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, મકાનની દેખભાળ માટે ભાડૂઆત અને મકાન માલિક બંને જવાબદાર છે. જો મકાન માલિક મકાનમાં કોઈ સુધાર કરાવે છે તો તેનું રિનોવેશન કામ ખતમ થયાના એક મહિના બાદ ભાડૂં વધારવાની મંજૂરી હશે. જો કે તેના માટે પહેલાં ભાડૂઆતની સલાહ પણ લેવી પડશે.

અધિકારીઓનું કહેવું છે કે, આ ડ્રાફ્ટ તે લાખો પ્રોપર્ટી માટે તૈયાર કરાયું છે કે, જેમાં માલિક કાનૂની દાવપેચમાં ફસવાથી બચવા માટે મકાન ભાડે આપતા નથી. આ નવા કાનૂનથી મકાન માલિકોના હોસલા વધશે અને તે ખાલી દુકાનો અને મકાનોને કોઈપણ ચિંતા વગર ભાડે આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન