PM Modi Held Video Conference With CM Of All States On Corona Virus
  • Home
  • Corona live
  • કોરોના: PM મોદીએ તમામ રાજ્યોનાં CMને આપ્યા ખાસ નિર્દેશ, જણાવી આગળની રણનીતિ

કોરોના: PM મોદીએ તમામ રાજ્યોનાં CMને આપ્યા ખાસ નિર્દેશ, જણાવી આગળની રણનીતિ

 | 7:54 pm IST

કોરોના વાયરસનાં કારણે દેશમાં પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓની સાથે વિડીયો કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે હવે આગામી કેટલાક અઠવાડિયા સુધી ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ફોકસ કરવું જોઇએ જેથી વાયરસનાં ફેલાવને રોકી શકાય. આ દરમિયાન તેમણે તમામ મુખ્યમંત્રીઓને અપીલ કરી કે તેઓ ધર્મગુરુઓને કહે કે તેઓ પોત-પોતાના સમુદાયનાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે સમજાવે અને ધાર્મિક આયોજનોમાં ભીડથી બચે.

ધર્મગુરુઓ લોકોને સમજાવે

પીએમ મોદીએ કહ્યું કે, “કોરોના વાયરસે આપણી આસ્થા, આપણી પરંપરા, આપણા વિશ્વાસ, આપણી વિચારધારા આ તમામ પર હુમલો કર્યો છે. આ માટે આપણે આપણી આસ્થા, આપણા પંથ, આપણી વિચારધારાને બચાવવા માટે સૌથી પહેલા કોરોના વાયરસને પરાસ્ત કરવી પડશે. આજે જરૂરી છે કે તમામ મત, પંથ, વિચારધારાનાં લોકો એક થઇને કોરોના મહામારીને પરાજિત કરે. મારો આગ્રહ છે કે રાજ્યસ્તર પર તમે સમાજનાં ગણમાન્ય વ્યક્તિઓ, તમામ સંપ્રદાયોનાં ધર્મગુરુઓની મીટિંગ બોલાવીને તેમને આગ્રહ કરે કે તેઓ પોત-પોતાના અનુયાયીઓને, પોતાના મત, પંથનાં લોકોને, પોતાની વિચારધારાનાં લોકોને આ લડાઈમાં ભાગીદાર બનાવવા માટે સહયોગ કરવા માટે સમજાવે. તેનું નેતૃત્વ કરે.”

રાજ્યથી લઇને બ્લોક સ્તર સુધી ધર્મગુરુઓ સાથે કરવામાં આવે બેઠક

પીએમ મોદીએ કહ્યું કે, “આ કામ માટે રાજ્ય સ્તર પર, જિલ્લા સ્તર, શહેર સ્તર, બ્લોક સ્તર અને ત્યાં સુધી કે પોલીસ સ્ટેશન સ્તર પર પણ સમાજનાં ધર્મગુરુઓની મીટિંગ તાત્કાલિક કરી લેવી જોઇએ.” મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીનાં કાર્યાલયે જણાવ્યું કે વિડીયો કોન્ફરન્સ દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને સલાહ આપી કે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ ધર્મગુરુઓ સાથે વાતચીત કરી લેવી જોઇએ. ઠાકરેએ સલાહ આપી કે ધાર્મિક નેતાઓને કહેવામાં આવવું જોઇએ કે તેઓ ભીડ ભેગી કરવાથી દૂર રહે. આ સલાહને પીએમ મોદીએ સ્વીકારી અને તમામ રાજ્યોનાં મંત્રીઓને અપીલ કરી કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ધાર્મિક આયોજનોમાં ભીડ ના થાય તે માટે ધર્મગુરુઓનો સહયોગ લે.

પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેની વાતનું કર્યું સમર્થન

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઠાકરેની એ વાતનું સમર્થન કર્યું કે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન નાગરિકોને સારી મેન્ટલ હેલ્થમાં રહેવાની જરૂર છે. વિડીયો કોન્ફરન્સમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી રાજેશ તોપે, ગૃહમંત્રી અનિલ દેશમુખ, પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને સીનિયર અધિકારીઓએ ભાગ લીધો.

આ વિડીયો પણ જુઓ: ઈટાલીથી આવેલા ગુજરાતીઓ યુવકો હજુ કવોરોટાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન