NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Gujarat
 • વડાપ્રધાન મોદી ભરૂચમાં : ચોરલોકો મારી વિરૂદ્ધ રચી રહ્યા છે ષડયંત્ર

વડાપ્રધાન મોદી ભરૂચમાં : ચોરલોકો મારી વિરૂદ્ધ રચી રહ્યા છે ષડયંત્ર

 | 2:45 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જિલ્લાની સૌથી વિશાળ ભાડભૂત બેરેજ યોજનાનું ખાતમુર્હત કરવા ભરૂચના આંગણે પધાર્યા છે. વડાપ્રધાન આ મહત્વકાંક્ષી અને વિશાળ પ્રોજેકટ પર પોતાનું વિઝન રજુ કરનાર છે. આ પ્રોજેક્ટના કારણે નર્મદા નદીમાં ખારપટની સમસ્યા હલ થશે.ભરૂચ જિલ્લા માટે ભાડભૂત બેરેજ પ્રોજેકટ એ અતિમહત્વની યોજના સાથે રૂ.૪૩પ૦ કરોડની અત્યાર સુધીની સૌથી મોટી યોજના છે. ફકત ભરૂચ જિલ્લા માટે જ નહી પણ આ યોજના સુરત, વડોદરા અને નર્મદા જિલ્લાની પ્રજા માટે પણ આર્શિવાદરૂપ તેમજ અનેકઘણુ મહત્વ ધરાવે છે.

બેરેજ બનવાથી ભરૂચ-નર્મદા જિલ્લાની વરસો જુની ખારપટની સમસ્યા હલ થવા સાથે તેઓને નર્મદા નદીના મીઠાજળ પીવા, સિંચાઈ, ઉદ્યોગ અને ઘરવપરાશ માટે મળતા થશે. દહેજથી હજીરા સુરતનું અંતર ઘટી જતા આ પ્રોજેકટ ચારેય જિલ્લાઓ માટે સમય અને ઈંધણની બચત સાથે હાલ સુરત હજીરા જવા માટે ટ્રાફીક જામમાં અટવાતા વાહન ચાલકોને મુકિત આપનાર પુરવાર થશે.

ભાડભૂત બેરેજ એ કલ્પસર યોજનાનો જ એક ભાગ હતો તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયે રૂ.૯૮ હજાર કરોડની કલ્પસર યોજના રજુ કરાઈ હતી જે સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદાના મીઠા પાણી માટેની હતી હવે નર્મદા ડેમની ઉંચાઈ વધવા સાથે સૌની યોજના થકી સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છને નર્મદાના નીર મળતા થયા છે. ત્યારે હાલ રૂ. બે લાખ કરોડ પર પહોંચેલી કલ્પસર યોજના જરૂરી ન હોય તેના ફંડીગમાંથી ભાડભૂત બેરેજ સાકાર થનાર છે. રવિવારે વડાપ્રધાન ચાર જિલ્લા માટેના આ મહત્વકાંક્ષી અને વિશાળ પ્રોજેકટ પર પોતાનું વિઝન રજુ કરશે. આ સિવાય પીએમનું પ્લાનિંગ બીજા અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવાનું છે.

 • વડાપ્રધાને શરૂ કરી સુરતના ઉધનાથી બિહારના જયનગર વચ્ચે અંત્યોદય એક્સપ્રેસ

વડાપ્રધાન મોદીની સ્પિચની હાઇલાઇટ્સ

 1. હું ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરું છું
 2. માછીમારોને પણ ઓછા વ્યાજની લોન મળશે
 3. આજે ભાડભૂત બેરેજ યોજના લોકોના જીવન બદલી દેશે
 4. વર્ષો પહેલાં ભરૂચમાં પીવાના પાણીનું સંકટ જે નર્મદાના કિનારે છે
 5. ગુજરાતમાં જળસંગ્રહ વધી રહ્યો છે જે વીજળી અને પાણી બંને આપે છે
 6. ચોરલોકો મોદી વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
 7. ગુજરાતના ખેડૂતોને પશુપાલનથી તાકાત મળી છે.
 8. પશુ આરોગ્યમેળાનો પ્રારંભ કર્યો છે
 9. પંડિત દિનદયાળના અંત્યોદયના સપના સુધી પહોંચીશું
 10. પહેલાં યુરિયા કેમિકલ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચતું હતું અને હવે નીમ કોટિંગ પછી ખેડૂતો સુધી પહોંચે છે
 11. યુરિયા પાછળ સરકાર હજારો કરોડોની સબસિડી આપે છે
 12. એવા વિકલ્પો શોધાયા છે કે દેશમાં કોઈ જગ્યાએ યુરિયા માટે લાઠીચાર્જ નથી કરવો પડ્યો કે કોઈ મુખ્યપ્રધાને મને કાગળ નથી લખ્યો
 13. આ કારણે મેં નક્કી કર્યું કે રસ્તો ગોતવાનો છે
 14. મને પણ આ ફરિયાદો મળી હતી પણ મને ખેડૂતોની સમસ્યાની ખબર હતી
 15. ભારતના અનેક રાજ્યોમાં ખેડૂતોએ યુરિયા લેવા માટે કંપનીઓની બહાર ત્રણ-ચાર દિવસ સુધી લાઇન લગાવવી પડતી હતી અને તેમના પર લાઠીચાર્જ કરવો પડતો હતોઆ તમામ પ્રોજેક્ટ ખેડૂતો માટે ઉપકારક છે
 16. આજે ભાડભૂત પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે.
 17. આજે જીએનએફસીના એક પ્લાન્ટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે
 18. હવે દિવાળી હોય કે છઠ્ઠ પૂજા વખતે વતન જવા માટે ઉત્તરપ્રદેશના નાગરિકો માટે ઉત્તમ વિકલ્પ છે
 19. આજે સુરતથી જયનગર સુધી અંત્યોદય એક્સપ્રેસનો પ્રારંભ કરાયો છે