રામમંદિરમાં બધા સમાધાન ઈચ્છે છે, ત્યાં કોંગ્રેસ હવનમા હાડકા નાખવાનું કામ કરે છે : PM મોદી - Sandesh
NIFTY 10,195.15 +0.00  |  SENSEX 33,176.00 +0.00  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Baroda
 • રામમંદિરમાં બધા સમાધાન ઈચ્છે છે, ત્યાં કોંગ્રેસ હવનમા હાડકા નાખવાનું કામ કરે છે : PM મોદી

રામમંદિરમાં બધા સમાધાન ઈચ્છે છે, ત્યાં કોંગ્રેસ હવનમા હાડકા નાખવાનું કામ કરે છે : PM મોદી

 | 3:10 pm IST

ગુજરાતમાં ઝઁઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે પીએમ મોદી. સવારે ભાવનગરમાં ધંધુકા બાદ હવે દાહોદમાં સભા યોજી રહ્યા છે. ધંધુકાની સભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે દાહોદના ખરોડમાં તેમણએ સભઆ સંબોધી હતી. જ્યાં તેમણે ફરીથી રામમંદિર મુદ્દે વાત કરી હતી.

રામમંદિરનો ફરીથી ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે, કાલે કપિલ સિબ્બલે કોર્ટમાં જઈને ભાંગરો વાટ્યો. મારે સુન્ની વકફ બોર્ડને અભિનંદન આપવા છે. તેમને નિવેદન કર્યું છે કે, કપિલ સિબ્બલે કોર્ટમાં જઈને જે ક્રયું તે ખોટું કર્યું. અમે ઈચ્છીએ છીએ આનો ન્યાય આવે અને તેનું સમાધાન થાય. આજે બધા મળીને રામમંદિર માટે રસ્તો કાઢવા નીકળ્યા છે, તો કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. સમાધાનમાં રોડા નાખે છે. પંરતુ આ દેશ એકતાથી જ ચાલવાનો છે.

પીએમ મોદીનું સંબોધન

 • 100 સ્માર્ટ સિટીમાં દાહોદ એકમાત્ર એવી નગરપાલિકા છે, જેન સ્માર્ટ સિટીમાં નંબર લાગ્યો છે. વિકાસના કામ કરવા હોય તો માત્ર ભાજપ સરકાર કરશે, કારણ કે તેને દેશનું ભલુ કરવુ છે.
 • આ દેશમાં ક્યારેય આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય કે બજેટ ન હતું, કોઈ યોજના ન હતી. કારણ કે ચૂંટણી જીતવા તેમને બીજેથી માલ મળી જતો હતો. તેમને આદિવાસીની પરવાહ ન હતી. ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર આ દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું. તેમના માટે બજેટ બન્યું અને સંસદમાં તેમના વિકાસ માટે અલગથી ચર્ચા
  થવા લાગી. આ કામ ભાજપે કર્યું છે.
 •  વિકાસના મુદ્દા પર જ ગુજરાતનું અને ગરીબનું ભલુ થવાનું છે.
 •  કોંગ્રેસના રાજમાં તેઓ વર્ષોથી માંગણી કરતા કે આદિવાસી, દલિતના કમિશનને બંધારણીય હક મળ્યો છે, તેમ બક્ષીપંચને પણ દરજ્જો મળે. કોંગ્રેસ ત્યારે પછાતના નામે રાજકરણ કર્યું.  ક્યારેય તેમને બંધારણીય હકનો વિચાર ન કર્યો. અમારી પાર્ટી બન્યા હતા પછાત સમાજના બધા મારી પાસે આવ્યા. અમે પાર્લામેન્ટમાં પછાતોના હક માટે થઈને બંધારણીય સુધારો લાવવાની વાત કરી. લોકસભામાં અમે પાર કર્યું, પણ રાજ્યસભામાં લટકી ગયું. પછાત માટે તેમના દિલમાં કંઈ હોય તો તેમણે પાર્લામેન્ટમાં અમને મદદ કરી હોત.
 • કો્ગ્રેસ કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે.
 • અમે 90 પૈસામાં ગરીબોનો વીમો ઉતરાવ્યો, એવા કરોડો લોકોનો વીમો ઉતાર્યો. આફત સમયે સરકારે 1800 કરોડ રૂપિયા ચૂકવ્યા. હવે કહો કે આ અમીરોની સરકાર છે કે ગરીબોની.
 • અમે ટોયલેટ બનાવ્યા. તમે કહો કે, ખુલ્લામાં શૌચાલય માટે અમીરો જતા હતા કે? અંબાણી ને અદાણી જતા હતા કે. અમે દેશમાં 5 કરોડ જાજરૂ બનાવવાના કામ કર્યા. આ કામ અમીરો માટે કર્યા છે? અમે નક્કી કર્યું છે કે, આ દેશમાં 4 કરોડ કુટુંબ એવા છે, જેમના ઘરમાં વીજળી નથી. તે અમીર છે કે ગરીબ. 2019મા ગરીબના ગરીબમાં ઘર પણ વીજળીનો દીવો ઝબુકે અને મફતમાં મળે.