PM Modi In Kanpur For Namami Gange National Ganga Council Meeting
  • Home
  • Videos
  • Featured Videos
  • આજ ફિર એક બાર મા ગંગાને બુલાયા હૈ…. PM મોદીનો નવો જ અવતાર… Video

આજ ફિર એક બાર મા ગંગાને બુલાયા હૈ…. PM મોદીનો નવો જ અવતાર… Video

 | 5:15 pm IST

કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં નમામી ગંગે પ્રોજેક્ટ પર મંથન કરવામાં આવ્યું હતું. નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર છે.

આ અગાઉ નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુર પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગંગા નદીના રાષ્ટ્રીય કાયાકલ્પ, સંરક્ષણ અને મેનેજમેન્ટને લઈને ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં બેઠક યોજી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા નમામિ ગંગે મિશનનું પ્રેઝન્ટેશન જોયું. ગંગાને નિર્મળ અન સ્વચ્છ બનાવવા માટે અત્યાર સુધી જે પણ કાર્ય થયા છે તેની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી. સાથે જ આવનારા સમયમાં ગંગાને સ્વચ્છ અને તેના કિનારાઓને સુંદર બનાવવા માટે શું શું કરી શકાય તેની કાર્યયોજના ઉપર પણ મંથન થયું હતું. સમીક્ષા બાદ પીએમ મોદીએ બોટમાં બેસી ગંગા દર્શન કર્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન