PM Modi in Kedarnath and Badrinath Trip at Uttarakhand
  • Home
  • Featured
  • ગુફામાં 17 કલાક સાધના, બરફ પર ચાલવું, કંઈક આવો દેખાયો PM મોદીનો અંદાજ

ગુફામાં 17 કલાક સાધના, બરફ પર ચાલવું, કંઈક આવો દેખાયો PM મોદીનો અંદાજ

 | 11:47 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઉત્તરાખંડમાં બદ્રીનાથના મંદિરે છે. ત્યાં તેમને પૂજા-અર્ચના કરી. જ્યારે આ પહેલા શનિવારે પીએમ મોદીએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા અને ત્યાં સ્થિત ગુંફામાં લગભગ 17 કલાક ધ્યાન-સાધના કર્યા બાદ રવિવાર સવારે એકવાર ફરી કેદારનાથ મંદિરમાં પૂજા કરી. આ પહેલા મોદી શનિવારે બે વાગે ગુફામાં ધ્યાન-સાધના કરવા માટે ગયા હતા. પીએમ મોદી સવારે ગુફામાંથી બહાર નીકળી પહાડી માર્ગે ચાલીને મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમને બરફની ચાદર હેઠળ ઢંકાયેલ પહાડીઓ અને પ્રાકૃતિક સુંદરતાના આંનદ માણીઓ.

પીએમ મોદીએ થોડો સમય મંદાકિની નદી કિનારે પણ પસાર કર્યો. આ દરમિયાન મોદીએ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી અને તેમનું અભિવાદન કર્યું હતું. મંદિર પહોંચ્યા બાદ મોદીએ ભગવાન શિવની આરાધના કરી અને જળાભિષેક કર્યો. આ દરમિયાન પીએ મોદીએ કહ્યું કે,‘હું ક્યારેય ભગવાન પાસે કંઇજ માંગતો નથી. માંગવાની પ્રવૃત્તિથી હું સંમત પણ નથી કારણ કે ભગવાને તમને માંગવા માટે નહીં પરંતુ આપવા યોગ્ય બનાવ્યા છે.’

વધુ ઉમેરતા પીએમ મોદીએ કહ્યું કે,‘આ ધરતીથી મારો એક વિશેષ અને અનોખો સંબંધ છે. હું ગઇ કાલે શિવ સાધનામાં જતો રહ્યો હતો. મને લાંબા સમય બાદ આવો એકાંત મળ્યો અહીં મને અલૌકિક શાંતિ મળે છે. આ ગુફા એવી છે કે તેમાં 24 કલાક બાબાનાં દર્શન થાય છે.’ પીએમ મોદીએ કહ્યું કે તેમનું વિકાસ મિશન, પ્રકૃતિ પર્યાવરણ અને પર્યટન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન