PM Modi addressed to farmers in Punjab said make good for farmers
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પંજાબમાં રેલીમાં PM મોદીનો દાવો : ટેકાના ભાવ વધારી ખેડૂતોનું કર્યું ભલું

પંજાબમાં રેલીમાં PM મોદીનો દાવો : ટેકાના ભાવ વધારી ખેડૂતોનું કર્યું ભલું

 | 11:50 pm IST

PM મોદીએ બુધવારે પંજાબના માલૌત ખાતે ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કર્યું હતું. ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ દ્વારા સંયુક્તપણ આ રેલીનું આયોજન થયું હતું. રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. માત્ર એક કુટુંબની ચિંતા કરી છે. હવે આપણી સરકારે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં રૃપિયા ૨૦૦થી માંડીને રૃપિયા ૧,૮૦૦ સુધીની વૃદ્ધિ કરી છે. દેશના ખેડૂતો નિરાંતે સૂએ તે કોંગ્રેસને મંજૂર નથી. સરકારની યોજનાઓથી વિરોધીઓની ઊંઘ ઊડી ગઈ છે. સમીક્ષકોનું માનવું છે કે નામ ભલે ખેડૂત રેલીનું હોય પરંતુ મોદીની નજર ૨૦૧૯ની ચૂંટણી પર છે. તેમણે ખેડૂત રેલીને સંબોધીને જાણે કે પંજાબમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે બિનવૈજ્ઞાનિક પદ્ધતિથી ધડમાથા વિનાની યોજના બનાવી હતી. દેશના ખેડૂતોને આટલા વર્ષથી માત્ર ૧૦ ટકાના નફા સુધી સીમિત શા માટે રાખવામાં આવ્યા? ખેડૂત દેશનો આત્મા છે. કોંગ્રેસ ખેડૂત સશક્તિકરણ માટે નહીં પણ મત બેન્કનું રાજકારણ રમે છે. સરહદે સેવા કરતા જવાન કે હળ જોડતા ખેડૂત હોય, સરકારે બંનેનું સન્માન કર્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે વન રેન્ક વન પેન્શન આપવા ૪૦ વર્ષ સુધી સૂજ્યું નહોતું. ૭૦ વર્ષ સુધી ખેડૂતોને તેમના ખર્ચનું વળતર આપવા ઇનકાર થતો રહ્યો. સરકારે હવે ખેડૂતોને વાજબી ટેકાના ભાવ આપવાનું કામ કર્યું છે. કપાસ પાછળ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩,૪૦૦ ખર્ચ થાય છે. સરકારે ટેકાના ભાવ રૃપિયા ૫,૪૫૦ રૃપિયા નક્કી કર્યા છે.

પરાળી સમસ્યાના ઉકેલ માટે યોજના
પંજાબમાં પરાળી બાળવાની સમસ્યાનો ઉકેલ લાવવા કેન્દ્ર ગંભીર છે. પાકની લણણી પછી બાકીના ઘાસને બાળવા ખેડૂતોએ હવે મજબૂર નહીં થવું પડે. તે યોજના માટે રૃપિયા ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેના નિકાલ માટે જે મશીન જોઈએ તે મશીન ખરીદી માટે ૫૦ ટકા સહાય સરકાર કરશે. પરાળ બાળવાથી સર્જાતી આરોગ્યલક્ષી સમસ્યાથી છુટકારો મળશે. પંજાબના માળવામાં કેન્સર ગંભીર સમસ્યા છે. તેના ઉપાય માટે ભટિંડા ખાતે એમ્સ ખૂલશે.

ખેડૂતોની ચિંતા દૂર કરવામાં મોદી નિષ્ફળ ગયા છે : અમરિન્દર
પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે બુધવારે જણાવ્યું હતું કે ખેડૂતોની એક પણ મોટી ચિંતા દૂર કરવામાં મોદી સરકારને નિષ્ફળતા મળી હોવાથી તેઓ નિરાશ છે. રેલીમાં એકઠા થયેલા ખેડૂતોને મોદીના લાંબા ભાષણમાં પોતાની કોઇ મોટી સમસ્યાનો ઉકેલ આવ્યાનો અહેસાસ નથી થયો.