મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે રાજ્યસભામાં મોદીએ NCPના કર્યા ભરપેટ વખાણ

રાજ્યસભાના ઐતિહાસિક 250મા સત્ર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ઉચ્ચ સદનને ભારતના સંઘીય માળખાનો આત્મા ગણાવ્યો. તેમણે કહ્યું કે લોકસભા જયાં જમીન સાથે જોડાયેલ છે તો ઉચ્ચ સદન રાજ્યસભા દૂર સુધી જોઇ શકે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને હવાલો આપતા તેમણે કહ્યું કે રાજ્યસભા સેકન્ડ હાઉસ છે સેકન્ડરી (ગૌણ, મહત્વહીન) નથી અને ભારતના વિકાસ માટે તેને સપોર્ટિવ હાઉસ બની રહેવું જોઇએ. આ દરમ્યાન તેમણે એનસીપી અને બીજુ જનતા દળ (બીજેડી)ના એટલા માટે વખાણ કર્યા કે તેમના સાંસદ કયારેય વેલમાં જતા નથી. પીએમ મોદીએ કહ્યું કે આ બંને પક્ષો પાસેથી આપણે તમામે શીખવું જરૂરી છે, ભાજપને પણ. પીએમે એવા સમયે એનસીપીના વખાણ કર્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ ખૂબ તેજ છે અને પવારની પાર્ટી ભાજપના પૂર્વ સહયોગી શિવસેનાની સાથે મળીને સરકાર બનાવાની કોશિષમાં છે.
PM Modi in Rajya Sabha: Today I want to appreciate two parties, NCP and BJD. These parties have strictly adhered to parliamentary norms. They have never gone into the well. Yet, they have raised their points very effectively. Other parties including mine can learn from them. pic.twitter.com/TXvUUOWJin
— ANI (@ANI) November 18, 2019
પરિસ્થિતિઓના હિસાબથી રાજ્યસભાએ ખુદને ઢાળી
વડાપ્રધાને કહ્યું કે રાજ્યસભા સમય પ્રમાણે પોતાને ઢાળતું આવ્યું છે. તેમણે કહ્યું કે સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઇ અને આ ગૃહે બદલાયેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતા ખુદને તેના અનુરૂપ ઢાળી. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે આજે આ મહત્વપૂર્ણ તકના સાક્ષી બનવાની મને તક મળી હતી.
‘ઉચ્ચ સદન દૂર સુધી જોવામાં સક્ષમ’
રાજ્યસભાની અગત્યતા બતાવતા વડાપ્રધાને કહ્યું કે જો નીચલું સદન જમીન સાથે જોડાયેલ છે તો બીજું સદન દૂર સુધી જોઇ શકે છે. તેમણે કહ્યું કે આ સદને ઇતિહાસ રચ્યો છે અને જરૂર પડવા પર ઇતિહાસને વાળ્યો પણ છે. વડાપ્રધને કહ્યું કે આ સદને કેટલીય ઐતિહાસિક પળ જોઇ, ઇતિહાસ બનાવ્યો પણ છે, બનતા ઇતિહાસને જોયો પણ છે અને જરૂર પડવા પર ઇતિહાસની ધારાવે વાળી પણ છે.
‘સ્થાયિત્વ અને વિવિધતા રાજ્યસભાની બે ખાસ તબક્કા’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્થાયિત્વ અને વિવિધતા રાજ્યસભાના ખાસ તબક્કા છે. તેમણે કહ્યું કે રાજ્યસભાની બે ખાસ બાબતો છે – સ્થાયિત્વ અને વિવિધતા. રાજ્યસભા ના ભંગ થઇ છે અને ના ભંગ થશે, આથી સ્થાયી છે. અનેકતામાં એકતાની સૌથી મોટી તાકત આ ગૃહમાં આવી છે.
‘રાજ્યસભાએ બૌદ્ધિક સંપદાને સમૃદ્ધ કર્યા’
પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહનો બીજો એક લાભ પણ છે કે દરેક લોકો માટે ચૂંટણી અખાડો પાર કરવો સરળ હોતો નથી પરંતુ દેશહિતમાં તેમના અનુભવ ખૂબ કામના હોય છે. આથી એવા લોકોને પણ અહીં તક મળે છે. આ વ્યવસ્થાના લીધે આપણી બૌદ્ધિક સંપદા પણ સમૃદ્ધ થઇ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર ખુદ છે. તેમને કોઇને કોઇ કારણોસર લોકસભા સુધી પહોંચવા દેવામાં આવ્યા નહોતા પરંતુ રાજ્યસભા દ્વારા તેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું.
‘રાજ્યસભાએ શાસનને નિરંકુશ થવા દીધું નહીં’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે વિપક્ષ ખૂબ મજબૂત હોતું નથી ત્યારે રાજ્યસભા જ હતું, જેને કોઇ શાસનને નિરંકુશ થવા દીધું નહીં. તેમણે કહ્યું કે ‘એક લાંબો કાલખંડ એવો હતો જ્યારે વિરોધ ના બરાબર હતો, પરંતુ આ ગૃહમાં એટલા વિદ્વાન લોકો બેઠા હતા કે શાસન વ્યવસ્થાને નિરંકુશ થવા દીધી નહોતી’.
આ વીડિયો પણ જુઓ – અમદાવાદમાં વધુ એક જર્જરિત ટાંકી ધરાશાયી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન