PM Modi in rally Rajasthan, say India too have Nuclear Bomb
  • Home
  • Election 2019
  • PM મોદીની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- અમે દિવાળી માટે નથી રાખ્યો પરમાણુ બોમ્બ

PM મોદીની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- અમે દિવાળી માટે નથી રાખ્યો પરમાણુ બોમ્બ

 | 8:22 pm IST

હાલ દેશ ચૂંટણીના રંગમાં રગાયેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આજે તેમને રાજસ્થાન ખાતે રેલી કરી અને એકવાર ફરી પાકિસ્તાન પર નિશાન સાધ્યું. આ વખતે પીએમ મોદીએ રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણી સભાને સંબોધતા પડોશી દેશને ચેતવણી આપી છે.

પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે હવે પહેલાની જેમ ભારત પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી ડરતો નથી. પાકિસ્તાનને ચેતવણી આપતા પીએમ મોદીએ કહ્યું કે,‘ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. નહીંતર પાકિસ્તાન સતત પરમાણુ બોમ્બની ધમકી આપતો હતો. તેઓ કહે છે કે તેમની પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે? આ પરમાણુ બોમ્બ અમે દિવાળી માટે રાખ્યો છે શું?’ આ સાથે વિપક્ષ પર નિશાન સાધતા તેમને કહ્યું કે આપણે ઘરમાં ઘુસીને આતંકવાદીઓને માર્યા. ઇજા ત્યાં થઈ અને દુઃખ અહીં થયું.

ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે,‘આજનું ભારત યુદ્ધ વિના પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકીઓને મારી રહ્યું છે. અમે આતંકીઓના મનમાં ભય ઉત્પન્ન કર્યો છે.’ આ સાથે પીએમ મોદીએ શ્રીલંકામાં થયેલ આત્મઘાતી હુમલાની પણ નિંદા કરી હતી. પીએમ મોદીએ સભાને સંબોધિત કરતા કહ્યું કે અમારી સરકાર દરમિયાન ભારત દુનિયાની એવી શક્તિઓમાં સામેલ થયો છે જેમની પાસે જળ, થળ અને આકાશ ત્રણે જગ્યાઓથી ન્યૂક્લિયર હુમલો કરવાની ક્ષમતા છે. જ્યારે તાજેતરમાં એક મોટું કામ કરવામાં આવ્યું છે, અંતરિક્ષમાં પણ આપણા સંસાધનોને બચાવવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી છે.

પીએમ મોદીએ બાડમેરમાં બીજેપી ઉમેદવાર કૈલાશ ચૌધરી માટે સમર્થનની અપીલ કરી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 25 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કા માટે મતદાન કરવામાં આવશે. જેમાં 29 એપ્રિલે 13 બેઠકો માટે અને 6 મેના રોજ 12 બેઠકો માટે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન