સુરતમાં PM મોદીનો કોંગ્રેસને સણસણતો જવાબ, મને નીચ કહેવાનો બદલો લેશે ગુજરાત - Sandesh
 • Home
 • Gujarat
 • સુરતમાં PM મોદીનો કોંગ્રેસને સણસણતો જવાબ, મને નીચ કહેવાનો બદલો લેશે ગુજરાત

સુરતમાં PM મોદીનો કોંગ્રેસને સણસણતો જવાબ, મને નીચ કહેવાનો બદલો લેશે ગુજરાત

 | 3:51 pm IST

આજે પાંચ વાગે ચૂંટણીનો પ્રચાર પૂરો થવાનો છે, ત્યાં પીએમ મોદી સુરતમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. બપોરના સમયે પીએમ મોદીની આ સભાને જોવા માનવમેદની ઉમટી પડી હતી. સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. આજે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ વિશે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો જવાબ પીએમ મોદીએ સંબોધનમાં આવ્યો હતો.

મણિશંકરના નીચ વિશેના નિવેદન પર પીએમ મોદીનો જવાબ

મણિશંકરએ પીએમ મોદી પર કરેલા નીચના નિવેદનનો જવાબ પીએમ મોદીએ સુરતની સભામાં આપ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે. ચારેબાજુથી બધુ સાફ થઈ ગયું છે. કોઈ કલ્પના કરે કે આસામ જેવા રાજ્યમાં કોંગ્રેસ હારે. આસામ, મણિપુર, બિહાર, યુપી, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન, આખા નક્શા પર સૂક્ષ્મ દર્શક યંત્ર લઈને જુઓ તો પણ પંજો નજરે નથી ચઢતો. જેને આખા દેશે રવાના કર્યા. આખુ યુપી તળિયાઝટક થઈ ગયું. ત્યારે હતાશ થયેલા લોકો માન મર્યાદા ગુમાવીને વાતો કરતા થયા છે. લોકતંત્રમાં શોભે નહિ તેવી ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા છે. આજે કોંગ્રેસના એક જવાબદાર નેતા મણિશંકર ઐયરે નિવેદન કર્યું કે, આ મોદી તો નીચ જાતિનો છે. આ અપમાન ગુજરાતનું છે કે નહિ? આ અપમાન ભારતની મહાન પરંપરાનુ છે. આ તો મોગલાઈ માનસિકતા છે, જ્યાં ઊંચનીચના સંસ્કાર તમે દેશમાં નાખ્યા. એ સંસ્કાર એવા હતા કે, ગામડામાં પણ લોકો સારા કપડા પહેરીને નીકળે તો મોગલાઈ સંસ્કારવાળાને સહન નહોતા થતા. તેમને તકલીફ પડે. તમે અમને ગધેડા, ગંદી નાળીના કીડા કહ્યા, તમે અમને નીચ કહ્યા, પણ અમે અમારા સંસ્કાર અનુસાર જ જીવવા ટેવાયા છીએ. 18 તારીખે મતપેટી બતાવશે કે ગુજરાતના સંતાનને આ પ્રકારની ભાષા બતાવે, તેનો બદલો ગુજરાત કેવી રીતે લે છે.

 

પીએમ મોદીએ કહ્યું કે, મને 14 વર્ષ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જોયો છે, તેવું કોઈ પણ કામ મેં કર્યું છે કે દેશના નાગરિકને નીચું જોવું પડે ? કોઈ નીચ કામ મેં કર્યું છે? ચૂંટણી પરાજય સામે હોવાથી કોંગ્રેસના નેતા માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. મને દુખ નથી, કારણ કે, હું સમાજમાં સૌથી છેવાડે બેસેલા માટે જિંદગી ખપાવું છે. આ તમને નીચાજોવુ લાગતું હોય તો તમારી વાતો તમને મુબારક, અને મને મારું બેકગ્રાઉન્ડ મુબારક.

 

 • હું હાથ જોડીને વિનંતી કરું છું કે, જેમણે મારા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે, તેમની વિરુદ્ધમાં કોઈ પણ એકપણ શબ્દ બોલે નહિ. ટ્વિટર પર પણ વિરુદ્ધ ન બોલે. તેમણે જે કર્યું તે તેમને મુબારક. તમારા દિલમાં આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તો કમળના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરવાનું છે. મને ભલે નીચ જાતિનો કહ્યો, પણ મારી તમને વિનંતી છે કે, કોઈ મર્યાદા ગુમાવે નહિ, અપશબ્દો બોલે નહિ, જાહેર જીવનનું માનમર્યાદા ભાજપના સંસ્કારો છે તે બતાવો. આ પ્રકારના લોકોને પાઠ ભણાવવાનો ઉત્તમ રસ્તો મતપેટી છે.
 • ગુજરાતે ઘણા અપમાન સહન કર્યા છે. 14 વર્ષના ગાળામાં અનેક અપમાન સહન કર્યા. મને મોતના સૌદાગર કહ્યાં, જેલમાં પૂરવાના ષડયંત્રો કર્યા. હું ત્રણ વર્ષથી બેસ્યો છું, પણ બદલાની ભાવનાથી એક પણ પગલુ લીધું નથી. એ અમારો માર્ગ નથી. અમે જાહેર જીવનના મૂલ્ય માટે કામ કરવાના છીએ.

પીએમ મોદીનું સંબોધન

 • નોટબંધીને કારણે કોઈનું કોઈ લૂંટાયું? પણ 12 મહિના પછી પણ કોંગ્રેસ રડે છે. જેમનું લૂંટાયું તે રડે કે નહિ. આ કાશ્મીરી ધરતી પર નોટબંધીને કારણે બેંકોમાં કેવા કારોબાર ચાલતા હતા, તે ખબર પડી. આજે તે ખેરખાઓ તિહાર જેલમાં સડી રહ્યા છે, તે નોટબંધીને કારણે.
 • આજે મેં દિલ્હીમાં ડો.બાબાસાહેબ સેનટ્રનું ઉદઘાટન કર્યું. 1992માં તેનુ કામ શરૂ કર્યું હતું. તેની ફાઈલ જ આગળ વધી ન હતી. જીએસટી 7 વર્ષ સુધી લટકતું રહ્યું, હવે જ્યારે લાવ્યા તો તેને ભટકાવવા પડ્યા છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કોંગ્રેસની સરકાર સમયે આખા સમુદ્રી તટ પર તેમણે પર્યાવરણના નામે તાળા મારી દીધા હતા. હું મનમોહન સિંહને મળતો ત્યારે ફક્ત સાઁભળી લેતા હતા. પણ ખબર જ ન પડે, કે હા બોલે છે કે ના બોલે છે. ભાજપ એવું કલ્ચર લાવ્યું છે કે, સ્કીમ સ્કેલ અને સ્પીડના ત્રણ મંત્રોથી અમે કામ કરીએ છીએ.
 • કોંગ્રેસની યોજનામાં ક્યારેય મધ્યવર્ગને મકાન માટે વિચાર જ ન આવ્યો. આ વિચાર અમારી સરકારે કર્યો. 4 ટકા વ્યાજમાં રાહત અને 4 ટકા ભારત સરકાર પોતાની તિજોરીમાંથી ચૂકવશે તેવી યોજના અમે લાવ્યા. પહેલીવાર આ દેશમાં મકાન યોજના અમે લાવ્યા.

 • હું વડાપ્રધાન બન્યો ત્યારે લોકોના પત્રો આવ્યા, કે મને પેન્શન વધારો. કોઈ 7 રૂપિયા, કોઈને 15, કોઈને 180 રૂપિયા પેન્શન મળે.
 • વિજયભાઈ રૂપાણીએ શ્રમિકો માટે દસ રૂપિયામાં ભોજનની યોજના બનાવી. આ દેશમાં 90 પૈસામાં વીમો ઉતરે, 18 કરોડ લોકોનો વીમામાં અને 18 કરોડ લોકો આવરી લીધા. ગરીબ પરિવારોને એ રૂપિયા ચૂકવાયા. દેશ કેમ ચલાવાય, સમાજને કેવી રીતે કામમાં અવાય તેવું કરનારા અમે લોકો છીએ.
 • કોગ્રેસનું કામ કરવાનું કલ્ચર… બધુ પહેલા પોતાનું જ કરવાનું. ભાઈ, બહેન, દીકરો, દીકરી, જમાઈ. જ્યાં સુધી એમનુ ન થાય ત્યા સુધી કામ આગળ વધે જ નહિ, કોંગ્રેસની તમામ સરકારો રાજ્યની, કેન્દ્રની કે મ્યુનિસિપાલિટી હોય. આ તેમના ચરિત્રમાં, ગળથૂથીમાં છે. અટકાના, લટકાના ઓર ભટકાના. કોઈ કામને અટકાવવું કેમ, લટકાવવું અને કોઈ કામને કેવી રીતે ભરાવી દેવું એ તેમની માસ્ટરી.
 • ચાર દિવસથી ચાલતું હતું ઓખી આવે છે, પણ આવી ખરી. આ બધુ આવે છે આવે છે એવું જ હોય છે. કંશુ આવતું નથી.
 • આ ચૂંટણી આપણે વિકાસના મુદ્દે લડી રહ્યા છીએ. આ ચૂંટણી આપણે વિકાસના મુદ્દે લડી રહ્યા છીએ. વિકાસ મામલે ગુજરાત માપદંડ બન્યું છે. આ કારણે ગુજરાત પ્રગતિ પર પહોંચ્યું છે.
 • આ ધરતીનો દીકરો છું, આ માટી મારી મા છે, તેનો કરજ ચૂકવવા જિંદગી આપી રહ્યો છું.
 • કોંગ્રેસે કરેલા ખાડા પૂરવામાં અમને વર્ષો લાગી ગયા.

 • વિકાસ માટેનો ખર્ચ અમે માત્ર સાડા સાત કરોડ કરતા હતા, આજે અમે 1 લાખ 5 હજાર કરોડ પર પહોંચાડ્યો. આજે હિન્દુસ્તાન અને દુનિયાના નક્શામાં સુરતના હીરા, શિલ્પ ઉદ્યોગ ચમકી રહ્યું છે. આ સ્થિતિ વિકાસને કારણે આવી છે.
 • પહેલા દિવસમાં 15વાર લાઈટ જતી રહેતી હતી. તે સમયે વીજળી માટે લંગડી શબ્દ વપરાતો. આજે 24 કલાક સતત વીજપુરવઠો એમને એમ નથી આવ્યો. તેના માટે કાળજી લીધી છે. અમારા પહેલા ગુજરાતમાં 50 વર્ષમાં માત્ર 700 વીજ સ્ટેશન હતા. ભાજપ બાદ અમે 1700 વીજ સ્ટેશન બનાવ્યા અને લંગડી વીજળીને વિદાય આપી.
 •  સુરતને વર્ષો સુધી એરપોર્ટ માટે લડવું પડ્યું. કોંગ્રેસ સમયે તમારા ચપ્પલ ઘસી જતા હતા. હવે વાજતેગાજતે ધમધોકાર એરપોર્ટ બની ગયું.