PM Modi Inaugurate Kartarpur Corridor today in Punjab
  • Home
  • Videos
  • Featured Videos
  • કરતારપુર કોરિડોરનું આજે ઉદ્ઘાટન, PM મોદીએ બેર સાહિબ ગુરુદ્વારામાં માથું નમાવી કર્યા દર્શન

કરતારપુર કોરિડોરનું આજે ઉદ્ઘાટન, PM મોદીએ બેર સાહિબ ગુરુદ્વારામાં માથું નમાવી કર્યા દર્શન

 | 11:06 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર સવારે સુલતાનપુર લોધીના બેર સાહિબના ગુરુદ્વારામાં માથું ટેકવી દેશની ઉન્નતી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. અહીંથી પીએમ મોદી કરતારપુર કોરિડોરથી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટના ઉદ્ધાટન માટે ગુરદાસપુરના ડેરા બાબા નાનક જશે. 9 નવેમ્બર એટલે કે શનિવારે શ્રી ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે બનેલ કરતારપુર કોરિડોર આજથી ખુલી જશે.

પીએમ મોદી શનિવારે સવારે સુલતાનપુર લોધીના બેર સાહિબના ગુરુદ્વારામાં માથું ટેકવી પ્રાર્થના કરી હતી અને દર્શન કર્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બેર સાહિબના ગુરુદ્વારામાં દર્શન કરી પીએમ મોદી ખૂબ જ લોકપ્રિય કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે જ્યારે પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઇમરાન ખાન કોરિડોરનું લોકાર્પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન