PM Modi inaugurated Parliament with Colorful LED Lights
  • Home
  • Featured
  • Photos: રંગ-બેરંગી રોશનીથી વધી સંસદની સુંદરતા, PM મોદીએ કર્યું ઉદ્ધાટન

Photos: રંગ-બેરંગી રોશનીથી વધી સંસદની સુંદરતા, PM મોદીએ કર્યું ઉદ્ધાટન

 | 10:53 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદ ભવનમાં નવી રોશની વ્યવસ્થાનું ઉદ્ધાટન કર્યું છે. જેમાં 800 થી વધુ LED લાગેલા છે. નવી લાઇટની વ્યવસ્થા સંસદ ભવનના બહારની તરફ કરવામાં આવી છે જેના કારણે સંસદ ભવનની ભવ્યતામાં જબરદસ્ત વધારો થયો છે.

લોકસભા સચિવાલયના એક અધિકારી મુજબ નવી વ્યવસ્થા હેઠળ 875 એલઈડી લાઇટ લગાવવામાં આવી છે. આ એલઇડી લાઇટની ખૂબી એ છે કે માત્ર થોડા જ સમયમાં તેનો રંગ બદલાઈ જાય છે. જેથી વીજળીનો ખર્ચ પણ ઓછો થાય છે. અધિકારીએ જણાવ્યું કે આ ઉદ્ધાટન કાર્યક્રમમાં સાંસદોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. નવી પ્રકાશ વ્યવસ્થામાં સંસદ ભવન વધુ સુંદર દેખાય છે. આપને જણાવી દઈએ કે 2017માં પણ નોર્થ અને સાઉથ બ્લોકમાં અલગ-અલગ રંગની લાઇટ્સ લગાવવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: ભારે વરસાદથી વિરમગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન