PM Modi inaugurated Vande Bharat Express, Know What is Unique in This Train
  • Home
  • Featured
  • ‘વંદે ભારત’ એક્સપ્રેસને લીલી ઝંડી, જુઓ શું છે ખાસ આ દેશી ટ્રેનમાં

‘વંદે ભારત’ એક્સપ્રેસને લીલી ઝંડી, જુઓ શું છે ખાસ આ દેશી ટ્રેનમાં

 | 2:11 pm IST

દેશની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી લીલી ઝંડી બતાવી છે. વંદે ભારત જેનું નામ ‘ટ્રેન18’ પણ છે. દિલ્હીથી વારાણસી સુધી ચાલશે. જ્યારે વચ્ચે ટ્રેન કાનપુર અને પ્રયાગરાજ પર ઉભી રહેશે. ઇન્ટરનેટ પર વંદે ભારત એક્સપ્રેસનું વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલ ઉદ્ધાટનની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

વડાપ્રધાને કહ્યું કે વીજળીથી ચાલતી આ ટ્રેનના ઘણા ફાયદા છે. આનાથી પ્રદૂષણ ઓછું થશે અને ડીઝલ ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમને કહ્યું કે, આના કારણે રોજગારીમાં પણ વધારો થશે. પીએમ મોદીએ ઉદ્ધાટન સાથે ટ્રેનમાં મુસાફરી કરી અને આ દરમિયાન અધિકારીઓએ તેમને ટ્રેનની સુવિધા વિશે પણ માહિતી આપી.

આ ટ્રેનમાં એસી, ટીવી, ઓટોમેટિક દરવાજા, હાઇક્લાસ પેન્ટ્રી અને વોશરૂમ છે. ઉપરાંત લાંબી મુસાફરીમાં આરામ માટે ફુટરેસ્ટ પણ આપવામાં આવ્યા છે. સાથે બોટલ અને અન્ય સામાન મૂકવા માટે પણ સીટ સાથે જગ્યા આપવામાં આવી છે. જુઓ વંદે ભારતની કેટલીક વાયરલ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન