PM Modi Incharge of Ministry of Personnel and Atomic Energy
  • Home
  • Election 2019
  • જાણો કયા કયા મંત્રાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈને ના આપી પોતાની પાસે જ રાખ્યા?

જાણો કયા કયા મંત્રાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈને ના આપી પોતાની પાસે જ રાખ્યા?

 | 3:16 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નવી સરકારમાં શપથ ગ્રહણ બાદ આજે મંત્રાલયોની ફાળવણી કરી દીધી છે. જેમાં અમિત શાહને ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને રક્ષામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ તથા કાપડ મંત્રાલય મળ્યું છે. તો પીયૂષ ગોયલને રેલવે મંત્રાલય આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અમિત શાહને ગૃહમંત્રાલય તો રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

નવા ચહેરા અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના ખાતા કોઈને જ સોંપ્યા નથી. આ મંત્રાલયો તેમણે પોતાની પાસે જ રાખ્યા છે. આ મંત્રાલયોમાં એટોમિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, સ્પેસ સહિતના મહત્વના મંત્રાલયો પોતાની પાસે જ રાખ્ય છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ નીતિગત મામલાઓ ઉપરાંત જે કોઈ પણ મંત્રાલય હજી સુધી કોઈને ફાળવવામાં આવ્યા નથી તેને વડાપ્રધાને પોતાની પાસે જ રાખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન