PM Modi interacted with students and parents in pariksha pe charcha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પરીક્ષા પર ચર્ચા: માતા-પિતાને PM મોદીની સલાહ- બાળકો પર મૂલ્યો થોપવાનો પ્રયત્ન ના કરો

પરીક્ષા પર ચર્ચા: માતા-પિતાને PM મોદીની સલાહ- બાળકો પર મૂલ્યો થોપવાનો પ્રયત્ન ના કરો

 | 9:02 pm IST
  • Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પર ચર્ચા’ના પ્રથમ વર્ચ્યુઅલ સંસ્કરણ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવનો સામનો કરવા માટેનો મંત્ર આપ્યો હતો. આ સિવાય તેમણે માતા-પિતા અને શિક્ષકોના કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. પીએમએ માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમના બાળકો પાસે તેમના જેવા જ જીવનની અપેક્ષા ન રાખે. બાળકો પર ક્યારેય મૂલ્યો લાદવાનો પ્રયત્ન ન કરો. મૂલ્યોને જીવીને પ્રેરણા આપવાનો પ્રયાસ કરો.

બાળકો ઘણા સ્માર્ટ હોય છે

પીએમ મોદીએ કહ્યું કે, બાળકોને ક્યારેય પણ ડર બતાવીને કંઈ પણ કરાવવાનો પ્રયત્ન ના કરો. આ રીત લાગે છે સરળ છે, પરંતુ આનાથી નેગેટિવ મોટિવેશન બનવાની શક્યતા રહે છે. પીએમ મોદીએ કહ્યું કે, બાળકો ઘણા સ્માર્ટ હોય છે, જે તમે કહેશો એ તેઓ કરશે કે નહીં કરે, એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એ વાતની સંપૂર્ણ સંભાવના હોય છે કે જે તમે કરી રહ્યા છો એ તેઓ ઘણી ઝીણવટપૂર્વક જુએ છે અને તેનું પુનરાવર્તન કરવા માટે ઉત્સુક હોય છે.

સપનાઓને પામવાનો સંકલ્પ મહત્વપૂર્ણ

વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે, સપનાઓથી આગળ વધીને પોતાના સપનાઓને પામવાનો સંકલ્પ ઘણો મહત્વપૂર્ણ છે. તમારે વિચારવું જોઇએ કે તમારા જીવનનું એ સપનું કયું છે જેને તમે સંકલ્પ બનાવવા ઇચ્છો છો. પીએમ મોદીએ કહ્યું કે, કોઈને પણ મોટિવેટ કરવાનો પહેલો પાર્ટ છે- ટ્રેનિંગ. પ્રોપર ટ્રેનિંગ એકવાર બાળકોની થઈ જશે ત્યારબાદ મોટિવેશનનો સમય શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે, એ વિચારો કે જેની સાથે તમે જોડાયેલા છો એ વાતો તમે ક્યારેય યાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો? આ વાતો મેમરાઇઝ નથી, ઇન્ટર્નલાઇઝ છે. આ માટે યાદ કરવા પર ભાર આપવાની જગ્યાએ તેને જીવવાનો પ્રયત્ન કર્યો.

માતા-પિતાએ બાળકોથી અંતર ના વધારવું

પીએમ મોદીએ કહ્યું કે, જન-ગણ-મન સમયે તમે તેને વિઝ્યુલાઇઝ કરશો તો ચીજો તમને સારી રીતે યાદ રહેશે. આ કારણે વાંચવા માટે આ રીતનો ઉપયોગ કરશો તો સારી રીતે ચીજો યાદ રાખી શકશો. તેમણે કહ્યું કે, જો પેરેન્ટ્સ વૃદ્ધાવસ્થા તરફ જવા ઇચ્છે છે તો નિશ્ચિત રીતે તેઓ બાળકોથી અંતર વધારે, પરંતુ યુવાવસ્થામાં રહેવા માટે તમારે તેમની સાથે તેમની માફક ચાલવું જોઇએ. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે, સપનાઓમાં ખોવાયેલા રહેવું સારું લાગે છે. સપના જોવા સારી વાત છે, પરંતુ સપનાઓને લઈને બેસી રહેવું અને સપનાઓ માટે સુતા રહેવું એ તો યોગ્ય નથી. સપનાઓથી આગળ વધીને પોતાના સપનાઓને મેળવવાનો સંકલ્પ આ ઘણો મહત્વપૂર્ણ છે.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુના નિર્ણયને લઇને મિશ્ર પ્રતિસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન