PM Modi interacts with ASHA and Anganwadi workers
  • Home
  • Featured
  • આંગણવાડીના મહિલા વર્કરે એવું તે શું કહ્યું કે PM મોદી અવાક થઇ ગયા અને પાડી તાળીઓ

આંગણવાડીના મહિલા વર્કરે એવું તે શું કહ્યું કે PM મોદી અવાક થઇ ગયા અને પાડી તાળીઓ

 | 4:37 pm IST

PM નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ દેશની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાત કરી. વાતચીત દરમ્યાન પીએમ મોદી એક આંગણવાડી કાર્યકર્તાની એક બાળકને ‘જીવતા’ કરવાની વાત સાંભળી દંગ રહી ગયા અને આંગણવાડી કાર્યકર્તાના જોરદાર વખાણ કર્યા અને તેને ભારતની સાચી દીકરી ગણાવ્યા.

પીએમ સાથે લાઇવ વાતચીત દરમ્યાન ઝારખંડના સરાયતેલાના ઉર્માલના રહેવાસી આંગણવાડી કાર્યકર્તા મનીતા દેવી એ એક ઘટનાની માહિતી પીએમ મોદીની આપી. મનીતા એ કહ્યું કે તેમણે ઉર્માલ વિસ્તારમાં રહેવાસી મનીષા દેવીના પ્રસવ અગાઉ તમામ તપાસ પણ કરી હતી. 27 જુલાઇ 2018ના રોજ રાત્રે બે વાગ્યા તેમને મનીષાના પ્રસવ પીડા અંગે જણાવ્યું. જ્યાં સુધી મનીતા મનીષાના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું પ્રસવ થઇ ચૂકયું હતું. પ્રસવ બાદ બાળક રડ્યું નહોતું. ઘરવાળા કહી રહ્યાં હતા કે બાળક મરેલું છે.

મનીતા એ આગળ કહ્યું કે જ્યારે તેઓ મનીષાના ઘરે પહોંચ્યા તો તેમણે ઘરવાળાને બાળક દેખાડવાની જીદ કરી. ત્યારે મનીષાના ઘરવાળા બોલ્યા કે તમે બાળકને જોઇ શું કરશો. ત્યારબાદ પણ મનીતાએ બાળકને દેખાડવાની પોતાની જીદ ચાલુ રાખી. મનીતાની જીદ આગળ હારતા મનીષાના ઘરવાળાઓએ બાળકને આપી દીધું. જ્યારે બાળકને ખોળામાં લીધું તો તેને જોયું કે બાળકના ધબકારા ચાલી રહ્યાં છે. ત્યારે મનીતાએ ઝડપથી એક પાઇપ દ્વારા બાળકના નાક અને મોંમાંથી પાણી કાઢયું અને ત્યારબાદ બાળક રડવા લાગ્યું. મનીતાએ બાળકની માતાને તેનું પોતાનું દૂધ પીવડાવાનું કહ્યું. ત્યારબાદ નવજાત અને માતાને હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં બંનેની સારવાર થઇ. આ ઘટનાને સાંભળ્યા બાદ પીએમ મોદીએ જોરથી તાળી વગાડી અને મનીતાના વખાણ કર્યા.

પીએમ મોદીએ આ ઘટનાને સાંભળ્યા બાદ કહ્યું કે દરેક દેશવાસી આ વાતને સાંભળી રહ્યાં છે. કોઇ કલ્પના કરી શકે છે કે આદિવાસી વિસ્તારમાં જન્મેલા મનીતાએ પોતાની સામાન્ય બુદ્ધિથી બાળકને બચાવી લીધું. જે હિંમત ડૉકટર દેખાડે છે, તે હિંમત મનીતાએ દેખાડી. મનીતાએ જીવનને બચાવાનું કામ કર્યું. જીવન આપવા અને જીવન બચાવનાર ભગવાનથી કમ હોતા નથી. ત્યારબાદ મનીતાએ પીએમ મોદીને એ બાળક અને માતાને પણ દેખાડ્યા.