PM Modi invites by Tamil Nadu man to Daughter's Wedding PMO Reply
  • Home
  • Featured
  • એક વ્યક્તિએ PM મોદીને આપ્યું દિકરીના લગ્નનું આમંત્રણ તો મળ્યો કંઈક આવો જવાબ

એક વ્યક્તિએ PM મોદીને આપ્યું દિકરીના લગ્નનું આમંત્રણ તો મળ્યો કંઈક આવો જવાબ

 | 7:21 pm IST

તમિળનાડુના એક વ્યક્તિએ પોતાની દિકરીના લગ્નમાં પોતાના મિત્રો અને સગા-સંબંધીઓની સાથો સાથ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે. વેલ્લોરના રહેવાસી પૂર્વ મેડિકલ રિસર્ચર અને સુપરવાઈઝર ટીએસ રાજશેખરને પોતાની દિકરીના લગ્નમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે.

આ પરિવારને પણ આશા નહોતી કે, તેમને પીએમઓ તરફથી કોઈ જવાબ મળશે. પરંતુ 7 સપ્ટેમ્બરે આ આમંત્રણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક પત્ર મળ્યો. જેમાં વડાપ્રધાન તરફથી જણાવવામાં આવ્યું હ્તું કે, આ પવિત્ર અને પાવન પ્રસંગ્રે આમંત્રણ આપવા બદલ ધન્યવાદ. એ જાણીને ખુબ જ આનંદ થયો કે તમારી દિકરી રાજશ્રીના લગ્ન ડૉ, સુદર્શન સાથે થઈ રહ્યાં છે. આ મત્રમાં નવદંપતિને શુભકામના પાઠવવામાં આવતા લખ્યું હતું કે, બંનેનું જીવન મંગલમય બને અને તેમને ખુબ ખુબ આશિર્વાદ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલા આ પત્રને હવે આ પરિવાર એક ફ્રેમમાં મઢીને એક યાદગીરી સ્વરૂપે રાખવા માંગે છે. પરિવારનું કહેવું છે કે, તેમને એ વાતની ખબર હતી કે વડાપ્રધાનના કાર્યક્રમો પહેલાથી જ નિર્ધારીત છે. માટે તેમનું લગ્નમાં હાજરી આપવા આવવું ખરેખર આશ્ચર્યજનક હતું. પરંતુ વડાપ્રધાન તરફથી પત્ર આવવો અમારા માટે ખુબ જ આશ્ચર્યજનક હતું. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરે મથુરામાં હાજર રહેશે. અહીં તેઓ નેશનલ ડિઝીસ કંટ્રોલ પ્રોગ્રામ લોંચ કરશે.  

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 24 કલાક ભારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન