PM Modi Invites Investors Of Thailand For Investing In India
  • Home
  • Featured
  • PM મોદીએ થાઇલેન્ડ માટે ખોલ્યા ભારતનાં દરવાજા, રોકાણ માટે આપ્યું આમંત્રણ

PM મોદીએ થાઇલેન્ડ માટે ખોલ્યા ભારતનાં દરવાજા, રોકાણ માટે આપ્યું આમંત્રણ

 | 9:47 am IST

ત્રણ દિવસનાં થાઈલેન્ડ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આદિત્ય બિરલા ગ્રુપનાં સ્વર્ણ જયંતી સમારંભમાં હાજરી આપી, આર્થિક મોરચે પોતાની સરકારની ઉપબલબ્ધિઓ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, “વર્ષો સુધી ગરીબો પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા જે વાસ્તવમાં ગરીબો સુધી પહોંચ્યા જ નહીં. અમારી સરકારે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરનાં કારણે આ બદલ્યું.”

રોકાણ અને સરળ વ્યવસાય માટે ભારત આવો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “છેલ્લા 5 વર્ષોમાં ભારતને 286 બિલિયન ડૉલરની એફડીઆઈ મળી છે. આ છેલ્લા 20 વર્ષોમાં મળેલી એફડીઆઈ જેટલી છે. ભારતીય અર્થવ્યવસ્થાને રોકાણ કરવા લાયક બનાવવામાં આવી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે, “રોકાણ અને સરળ વ્યવસાય માટે ભારત આવો. ભારતને તમારો ઇન્તઝાર છે.”

ભારતમાં આવવાનો સૌથી સારો સમય

થાઇલેન્ડ અને ભારતનાં સંબંધોનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “થાઈલેન્ડનાં પશ્ચિમ કિનારાનાં બંદરો અને ભારતનાં પૂર્વ કિનારાનાં બંદરો વચ્ચે સીધી કનેક્ટિવિટી આપણી આર્થિક ભાગેદારી વધારશે. થાઇલેન્ડ અને ભારતની વચ્ચે મજબૂત સાંસ્કૃતિ સંબંધ છે. હું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહું છું કે આ ભારતમાં આવવાનો સૌથી સારો સમય છે.”

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “છેલ્લા 5 વર્ષોમાં અનેક સેક્ટરોમાં ભારતે ઘણી સફળતાની કહાનીઓ જોઇ છે. આનું કારણ ફક્ત સરકાર જ નથી. ભારતે એક રૂટિન નૌકરશાહીથી કામ કરવાનું બંધ કરી દીધું છે. આજનાં ભારતમાં મહેનતથી કર આપતા લોકોનું મોટું યોગદાન છે. કરવેરાનાં ક્ષેત્રમાં અમને મહત્વપૂર્ણ કામ કર્યું છે.”

આ વિડીયો પણ જુઓ: બનાસકાંઠાના ભાકડીયાલ ગામે સામે આવી ટ્રિપલ મર્ડરનીં ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન