મોદીએ `મન કી બાત’ અંગે દેશવાસીઓને કહ્યું જણાવો તમારા `મનની વાત’ - Sandesh
  • Home
  • India
  • મોદીએ `મન કી બાત’ અંગે દેશવાસીઓને કહ્યું જણાવો તમારા `મનની વાત’

મોદીએ `મન કી બાત’ અંગે દેશવાસીઓને કહ્યું જણાવો તમારા `મનની વાત’

 | 7:23 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર દીએ નવેમ્બરના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો જણાવવા જણાવ્યું છે.

મોબાઈલ એપ પર સંદેશો મુકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે 26 નવેમ્બર રવિવારે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે તમારી પાસે કેવા વિચારો છે. આ વિચારો નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર મોકલી આપો.

વડાપ્રધાને ટ્વિટ કરી પણ જણાવ્યું હતું કે 1800-11-7800 ડાયલ કરો અને મન કી બાત માટેના તમારા વિચારો રેકોર્ડ કરાવો. તમે mygovના ઓપર ફોરમ પર પણ તમારા વિચારો પાઠવી શકો છો.

Mygov વેબસાઈટ પર મોદીએ જણાવ્યું હતું કે કાયમ મુજબ વડાપ્રધાન મોદી તમારા માટે મહત્વ ધરાવે છે તેવા મુદ્દોઓ અંગે તેમના વિચારો રજૂ કરશે. વડાપ્રધાન મોદીએ તમને આમંત્રિત કરે છે કે તમે તમારા વિચારોથી તેમને વાકેફ કરો, જેના પર તેઓ મન કી બાત કરનાર છે.

તેમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન માટે તમે તમારો સંદેશ હિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ કરો. કેટલાક રેકોર્ડ થયેલા સંદેશાનું મન કી બાત કાર્યક્રમમાં પ્રસારણ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન