PM Modi Launch High Throughput Covid-19 Testing Facilities In Noida, Mumbai And Kolkata
  • Home
  • Corona
  • કોરોનાના કહેર વચ્ચે PM મોદીએ દેશવાસીઓને આપી મોટી ભેટ, તહેવારોને લઈ કહ્યું કે…

કોરોનાના કહેર વચ્ચે PM મોદીએ દેશવાસીઓને આપી મોટી ભેટ, તહેવારોને લઈ કહ્યું કે…

 | 6:26 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોએડા, કોલકાતા અને મુંબઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ત્રણ નવી લેબોરેટરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ, હર્ષવર્ધનની સાથો સાથ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતાં.

આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કોરોનાની સ્થિતિને લઈને સાવચેતી રાખવાની સાથો સાથ ચેતવણી પણ આપી હતી. કોરોના વાયરસની દવા શોધવા દેશના અનેક વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં એક દિવસમાં 10 હજાર ટેસ્ટ કરી શકાશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે આ સેન્ટર મારફતે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધુ ઝડપ લાવી શકાશે. આ ઉપરાંત ચોક્કસ સમયમાં બીમારી વિશે જાણકારી મેળવવા તથા સારવાર શરૂ કરવામાં મદદ મળશે.આ રીતે સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.

લેબના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે. હાલ દેશમાં 5 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દરરોજ 10 લાખ ટેસ્ટ થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સમયમાં એક સંકલ્પ છે કે એક-એક ભારતીયને બચાવવાના છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો PPE કિટ ઉત્પાદક દેશ છે. 6 મહિના અગાઉ દેશમાં એક પણ ઉત્પાદક ન હતા, આજે 1200થી વધારે ઉત્પાદકો દરરોજ 5 લાખથી વધારે PPE કિટ બનાવી રહ્યા છે. એક સમયે N-95 માસ્ક પણ બહારથી આયાત થતા હતા, આજે દરરોજ 3 લાખ માસ્કનું ઉત્પાદન થાય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં અનેક તહેવારો આવવા જઈ રહ્યાં છે. આ દરમિયાન આપણે સૌકોઈએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જ ગરીબોને અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવુ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસની દવા ના શોધાઈ જાય ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું, માસ્ક પહેરવા વગેરે ઉપાયો દ્વારા જ કોરોના વાયરસથી બચવું પડશે.

તાજેતરમાં કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે જેથી કેસની સંખ્યા પણ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે. વડાપ્રધાને આ અગાઉ રવિવારે પણ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હ્તું કે, કોરોના વાયરસનો ખતરો હજી સુધી ટળ્યો નથી અને તે અત્યારે પણ એટલો જ ઘાતક છે જેટલો કે પહેલા હતો.  

લેબના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, હવે આ શહેરોમાં પણ કોરોનાના ટેસ્ટ મોટા પ્રમાણમાં થઈ શકશે. આ હાઈટેક લેબ માત્ર કોરોના સુધી જ મર્યાદીત નહીં રહે પણ હેપિટાઈટિસ બી, હેપિટાઈટિસ સી, એચઆઈવી અને ડેંગુ સહિતની બીજી બિમારીઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ હશે.

પીએમ મોદી (PM MODI) દેશના ત્રણ શહેરો કોલકાતા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રની મુંબઈની રાજધાની અને ઉત્તર પ્રદેશમાં નોઈડામાં કોરોના લેબનું ઉદઘાટન કર્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો