PM Modi Launch New Transparent Taxation Scheme
  • Home
  • Business
  • કરદાતાઓ માટે પીએમ મોદીએ કર્યું મોટું એલાન, લાગુ કરી આ નવી સિસ્ટમ

કરદાતાઓ માટે પીએમ મોદીએ કર્યું મોટું એલાન, લાગુ કરી આ નવી સિસ્ટમ

 | 11:31 am IST

ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર્સ જેવા મોટા રિફોર્મ સામેલ છે. 

કરદાતાઓને મળ્યા 3 મોટા અધિકાર

તમને જણાવી દઈએ કે, નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. સાથે જ હવે ટેક્સ ભરવામાં સરળતા રહેશે, અને ટેકનિકલ સહાયતાથી લોકોમાં ભરોસો પણ બેસશે.

કરદાતાના યોગદાનથી દેશ ચાલે છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, હવે ઓળખાણનો મોકો ખતમ થઈ ગયો છે, ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં રાહત મળશે. તો ટેક્સ સાથે જોડાયેલાં મામલાઓની તપાસ અનેઅપીલ બંને ફેસલેસ થશે. હવે આયકર વિભાગને ટેક્સપેયરનું સન્માન કરવું જરૂરી હશે. પીએમ મોદીએ કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેનાથી જ વિકાસનો મોકો મળે છે. 

આ નવી યાત્રાની શરૂઆત છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રામાણિકનું સન્માન થશે, એક પ્રામાણિક ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્નેમેન્ટ-મેક્સિમમ ગવર્નનેંસને આગળ વધારે છે. પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી સરકારની દખલગીરી ઓછી થશે. 

શોર્ટ કટ અપનાવવો ન જોઈએઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, હવે ખોટી રીતો યોગ્ય નથી અને શોર્ટ કટ અપનાવવો ન જોઈએ. દરેકને કર્તવ્યભાવથી આગળ વધતાં કામ કરવું જોઈએ. પોલિસી સ્પષ્ટ થવી, ઈમાનદારી પર ભરોસો, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી મશીનરીનો યોગ્ય કરવો અને સન્માન કરવું. પહેલાં રિફોર્મની વાતો થતી હતી, અમુક નિર્ણયો મજબૂરી અને દબાણમાં લેવાતા હતા. જેનાથી પરિણામ મળતા ન હતા.

130 કરોડમાંથી દોઢ કરોડ લોકો જ ટેક્સ ભરે છે

પીએમ મોદીએ જણાવ્યું કે, 2012-13માં જેટલાં ટેક્સ રિટર્ન્સ થતા હતા અને તેની સ્ક્રૂટીની થહી હતી, આજે તેનાથી ખુબ જ ઓછી છે. કેમ કે અમે ટેક્સપેયર્સ પર ભરોસો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે 130 કરોડો લોકોમાંથી ફક્ત દોઢ કરોડ જ લોકો ટેક્સ ભરી રહ્યા છે. અને આ સંખ્યા ખુબ જ ઓછી છે. દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે, તેનાથી જ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે. સાથે પીએમ મોદીએ કહ્યું કે, 15 ઓગસ્ટથી જ લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ કરે.

દેશમાં સતત નવા રિફોર્મ કરવામાં આવી રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં સતત રિફોર્મ કરવામાં આવી રહ્યા છે, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેંકિંગમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોના સંકટમાં પણ દેશમાં રેકોર્ડ FDIનું આવવાનું તેનું ઉદાહરણ છે. દેશની સાથે કપટ કરનાર અમુક લોકોની ઓળખાણ માટે અનેક લોકોને પરેશાનીમાંથી પસાર થવું પડ્યું છે, તેવામાં સાંઠગાંઠની વ્યવસ્થા બનાવવામાં આવી. અને આ જ ચક્કરમાં બ્લેક-વ્હાઈટનો ઉદ્યોગ વધ્યો.

કોર્ટની બહાર જ સમાધાન કરવા પર ફોકસ

પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં 10 લાખનો મામલો પણ કોર્ટમાં ચાલતો હતો. પણ હવે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જનાર મામલાઓની સીમા ક્રમશઃ 1-2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવેનું ફોકસ કોર્ટ બહાર જ નિપટાવવા ઉપર હશે. 

હવે દેશનો કોઈપણ અધિકારી કેસની તપાસ કરી શકશે

પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં પોતાના શહેરનો અધિકારી જ મામલાને જોતો હતો, પણ હવે ટેક્નોલોજીને કારણે દેશનાં કોઈપણ ભાગનો અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવે છે તો, તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ શહેરની ટીમની પાસે જઈ શકે છે. આ આદેશનો રિવ્યૂ કોઈ બીજા શહેરની ટીમ કરશે. તેમજ ટીમમાં કોણ હશે તેનું પરિણામ પણ કોમ્પ્યુટરથી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન