PM મોદીએ કોરોના વેક્સીનને લઇ કર્યો મોટો ખુલાસો, જાણો કોને મળશે અને ક્યારે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીએ કોરોના વેક્સીનને લઇ કર્યો મોટો ખુલાસો, જાણો કોને મળશે અને ક્યારે?

PM મોદીએ કોરોના વેક્સીનને લઇ કર્યો મોટો ખુલાસો, જાણો કોને મળશે અને ક્યારે?

 | 3:11 pm IST
  • Share

આખા દેશમાં કોરોના મહામારી (Corona epidemic) બેકાબૂ થઇ ગઇ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ એક્શન મોડમાં આવી ગયા છે અને PM મોદીએ આજે 2 જુદી-જુદી વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમા તેઓએ પહેલા દેશના 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી જેમા પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મહામારી અને તેની વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશન (Distribution of vaccines)ની સ્ટ્રેટેજી પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વીડિયો કોન્ફરન્સમાં કોરોના મહામારી અને વેક્સીન બાબતે ચર્ચા કરી હતી. જેમા વેક્સીનની ઉપલબ્ધતા, ડિસ્ટ્રીબ્યુશન અંગે સમીક્ષા કરી હતી. સાથે જ લોકોને કોરોના પ્રત્યે વધુ જાગરૂત બનવા માટે અપીલ કરી હતી. અને કોરોના બાબતે માત્ર દવા લેવાથી આ મહામારી મટી જશે તેવું માનવું નહીં.

PM મોદીએ RT-PCR ટેસ્ટ વધારવા માટે પણ રાજ્યોને સુચના આપી હતી. સાથે જ પી.એમ. મોદીએ કહ્યું હતું કે, હજૂ સુધી કોરોનાની વેક્સીનના ડોઝની કિંમત નક્કી કરવામાં આવી નથી. જોકે વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે, દુનિયાના અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ કોરોના  મામલે વધારે વણસી નથી તે એક સારી વાત છે.

વડાપ્રધાને દેશની પ્રજાને એ જાણકારી પણ આપી કે, આપણે કોરોનાનાં ચોથા તબક્કામાં આવી ગયા છીએ. દરમિયાન કોરોના વેક્સીન દરેક દેસવાસીને મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામા આવી રહ્યું છે. અહિં તમને જણાવી દઇએ કે, વેક્સીનના મામલે PM મોદીએ એ વાત પર વધારે ભાર મૂક્યો હતો કે, વેક્સીનના અનુભવ મામલે ભારત પાસે જે અનુભવ છે તે કોઇની પાસે નથી. પરંતુ વેક્સીન ક્યારે આવશે તે સરકારના હાથમાં નથી.

આ વીડિયો પણ જુઓ : કોરોના મુદ્દે CM રૂપાણીએ PMને આપી જાણકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન