ગુજરાતની જીત બાદ પહેલીવાર હીરાબાના આર્શીવાદ લેવા પહોંચ્યા PM મોદી - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાતની જીત બાદ પહેલીવાર હીરાબાના આર્શીવાદ લેવા પહોંચ્યા PM મોદી

ગુજરાતની જીત બાદ પહેલીવાર હીરાબાના આર્શીવાદ લેવા પહોંચ્યા PM મોદી

 | 1:27 pm IST

ગુજરાતમાં સતત છઠ્ઠી વખત બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથવિધિ સમારોહ આજે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિત ટોચના ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો વગેરેની હાજરી ખાસ રહી હતી. રાજયપાલ ઓ.પી.કોહલી, અમિત શાહ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને નીતિન પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ.

એરપોર્ટથી નીકળીને પીએમ મોદી સીધા ગાંધીનગર તેમના માતાને મળવા પહોંચ્યા હતા. ગુજરાતની તેમની મુલાકાતમાં ભાગ્યે જ એવું બનતું હોય કે પીએમ મોદી તેમની માતાને મળી ન શક્યા હોય. આ વખતે પણ તેઓ પ્લેનથી ઉતરીને સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર જવાના રસ્તા તેમણે મિની રોડ શો કર્યો હતો. જેમાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાયું હતું. પીએમ મોદીના સ્વાગતમાં ઠેરઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રાખવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી તેમના માતાને મળવા ભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. ગુજરાતમાં ભાજપની જીત બાદ શપથવિધિ પહેલા મોદી માતાને મળીને રાજભવન ખાતે રવાના થયા હતા. શપથવિધિ સમારોહમાં પણ તેમણે ટૂંકી હાજરી આપી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પીએમના બપોર બાદના કાર્યક્રમમાં ફેરફાર થયો હતો. તેઓ શપથવિધિ સમારોહના ભોજન સમારંભ બાદ દિલ્હી જવા રવાના થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન