પીએમ મોદી અને ટીડીપી વચ્ચે ન થયું સમાધાન, બંને કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું - Sandesh
  • Home
  • India
  • પીએમ મોદી અને ટીડીપી વચ્ચે ન થયું સમાધાન, બંને કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું

પીએમ મોદી અને ટીડીપી વચ્ચે ન થયું સમાધાન, બંને કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું

 | 7:17 pm IST

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીના વિવાદના પડઘાં આખરે દિલ્હી સુધી પહોંચી ગયા. જેમાં ટીડીપીના બે કેન્દ્રીય મંત્રીઓ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પછી ટીડીપીનાં બે કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામાં સોંપી દીધા છે. સાંજે 6 કલાકે ટીડીપીના કેન્દ્રીય મંત્રી એજી રાજુ અને વાયએસ ચૌધરીએ વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાંથી બહાર આવતાં જ પોતાના પદેથી રાજીનામાં વડાપ્રધાનને સોંપી નીકળી ગયા છે. અગાઉ બંને પક્ષ વચ્ચે સમાધાન થશે તેવી આશા હતી.

આ અગાઉ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા તેમને મુલાકાત માટેનો સમય આપવામાં આવ્યો ન હતો. જેના પછી આખરે વડાપ્રધાન સાથે ગુરૂવારે મુલાકાત થઈ ત્યાર બાદ અશોક ગણપતિ રાજુ અને વાયએસ ચૌધરીએ રાજીનામું સોંપ્યું છે. એજી રાજુ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે જ્ચારે વાયએસ જેની સાથે જ એક ખાસ વાતનો ખુલાસો પણ બંને નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે કે તેઓ કેન્દ્રીય મંત્રીમંડળ છોડી રહ્યા છે, પરંતુ એનડીએનો ભાગ બની રહેશે.

પોતાના રાજીનામાં પછી અશોક ગણપતિ રાજુએ કહ્યું કે, અમે એનડીએના સભ્ય બની રહીશું. હજી પણ આ મુદ્દા પર કોઈ યોગ્ય નિકાલ આવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ પાર્ટી હાઈકમાન્ડથી અમને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. જે પછી રાજીનામું સોંપ્યું છે.

વાયએસ ચૌધરીએ કહ્યું કે, અમારી માંગણીને હજી સુધી સ્વીકારવામાં આવી નથી. હવે ઘણો લાંબો સમય થઈ ગયો છે. બંને મંત્રીઓએ ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાતચીત કરી હતી અને જેના પછી પીએમ મોદીને રાજીનામું સોંપી દીધું હતું.

આ તરફ પીએમ મોદીની સાથે વાતચીત પછી ચંદ્રબાબુ નાયડુએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેના માટે એવું માનવામાં આવી રહ્યું છે કે, જો 2019 પહેલા એનડીએમાં ભંગાણ થશે તો તેની સીધી અસર વડાપ્રધાન મોદી પર થશે. તેમજ ચૂંટણી પર પણ તેની મોટી અસર જોવા મળશે.