PM Modi Meets President Ramnath Kovind Amid India China Border Tension
  • Home
  • Featured
  • સરહદે નવાજુની થવાના એંધાણ વચ્ચે PM મોદીની રાષ્ટ્રપતિ સાથે બંધ બારણે બેઠક, અનેક તર્ક-વિતર્ક

સરહદે નવાજુની થવાના એંધાણ વચ્ચે PM મોદીની રાષ્ટ્રપતિ સાથે બંધ બારણે બેઠક, અનેક તર્ક-વિતર્ક

 | 2:38 pm IST

ચીન સાથેના સરહદી તણાવ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામથાન કોવિંદની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ મુલાકાત અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચેની મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અચાનક ચીન સરહદની મુલાકાત લીધા બાદ પીએમ મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે. જાહેર છે કે, ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ મહત્વપૂર્ણ ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ભારત ઈતિહાસના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણે એક સાથે અનેક આંતરીક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. પરંતુ ભારત સામે જે પડકારો ઉભા કરવામાં આવી રહ્યાં છે તેનો સામનો કરવો એ આપણો દ્રઠ નિશ્ચય હોવો જોઈએ.

લેહથી પાછા ફર્યા બાદ અચાનક રાષ્ટ્રપતિને પીએમ મોદીની મુલાકાતથી અનેક તર્કવિતર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શુક્રવારે અચાનક જ ચીનને અડીને આવેલી સરહદ કે જ્યાં હાલ બંને દેશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા લેહની મુલાકાતે પહોંચી ગયા હતાં. અહીં નીમૂમાં વડાપ્રધાન મોદીએ સેના, એરફોર્સ અને ITBP ના જવાનો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો હતો. પીપલ્સ લિબરેશન આર્પીને ઈશારામાં જ જણાવી દીધું હતું કે ભારત સરકાર કોઈ પણ સ્થિતિમાં પોતાના સૈનિકોની પડખે ઉભી છે. પીએમ મોદીએ પહેલા સૈન્ય પાસેથી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યાર બાદ તેમણે ફ્રંટલાઈન પર તૈનાત જવાનો સાથે વાતચીત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી સરહદે ભારતે સૈનિકોનો જમાવડો કર્યો છે. આ ઉપરાંત યુદ્ધ વિમાનો, અટેક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેંટ સિસ્ટમ, દારૂ ગોળો સહિતની સામગ્રી પણ પહોંચાડી દીધી છે. તેવામાં પીએમ મોદીની અચાનક ચીન સરહદની મુલાકાત અને ત્યાર બાદ અચાનક રાષ્ટ્રપતિ સાથીની પીએમની મુલાકાતથી એનક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચેની આ મુલાકાત 30 મીનીટ જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન