PM Modi Meets Women Pick Plastic From Garbage Helping Hand To Them
  • Home
  • Featured
  • …PM મોદી જમીન પર બેસી કચરો છૂટો પાડવા લાગ્યા, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની તસવીરો દિલ જીતી લેશે

…PM મોદી જમીન પર બેસી કચરો છૂટો પાડવા લાગ્યા, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની તસવીરો દિલ જીતી લેશે

 | 12:18 pm IST

સ્વચ્છ ભારત અને દરેક ઘરે પાણી જેવી મોટી યોજનાઓ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખત્મ કરવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તરપ્રદેશના મથુરામાં બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મિશનની શરૂઆત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ ત્યાં હાજર કર્મચારીઓની સાથે વાત કરી અને કચરો છૂટો પાડવામાં તેમને હાથો હાથ મદદ કરવા લાગ્યા.

જો કે વાત એમ છે કે નરેન્દ્ર મોદી બુધવારના રોજ મથુરામાં પશુ આરોગ્ય મેળા, કૃષિ સાથે જોડાયેલી કેટલીક યોજનાઓની શરૂઆત કરાવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે કચરાના નિવારણની પણ શરૂઆત કરી જે જમીન પર, રસ્તા પર હરતી-ફરતી ગાય-ભેંસ કે અન્ય પ્રાણીઓ ખાઇ જાય છે. અહીં તેના માટે એક મશીન પણ લગાવામાં આવ્યું હતું, જેમાં સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક, પોલિથીનને ક્રશ કરી શકાય છે.

આ દરમ્યાન પંડાલમાં કેટલાંક કર્મચારીઓને કચરો છૂટો પાડવા માટે બેસાડ્યા હતા, જેમાં પ્લાસ્ટિકને અલગ કરાઇ રહ્યું હતું અને અન્ય કચરાને છૂટો પાડી રહ્યા હતા. ત્યાં હાજર મહિલાઓ સાથે વડાપ્રધાને વાત કરી અને જાતે પણ કચરો છૂટો પાડવાનું શરૂ કરી દીધું.

આપને જણાવી દઇએ કે વડાપ્રધાને લોકોને અપીલ કરી હતી કે તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે અને સ્વચ્છ ભારતના મિશનને આગળ વધારે. આ કાર્યક્રમમાં પશુઓની સારવાર માટે કાર્યક્રમની શરૂઆત કરી. તેના અંતર્ગત આખા દેશમાં પશુઓનું રસીકરણ કરાશે.

હજારો કરોડની યોજનાઓની શરૂઆત

આ દરમ્યાન વડાપ્રધાન દ્વારા મથુરાના વિકાસ કામો, આગ્રા , અને મુરાબાદમાં આરઆઇડીએફ (નાબાર્ડ) યોજના સાથે બનેલ પશુ ચિકિત્સા પૉલીક્લિનિક, પશુ ચિકિત્સાલય, રોગ નિદાન પ્રયોગશાળા અને વૃહદ ગૌ સંરક્ષણ કેન્દ્ર, બાબુગઢ, હાપુડ, મહિલા સરકારી દૂધ ઉત્પાદક સંઘ શાહજહાંપુરની શરૂઆત કરી.

આ વીડિયો પણ જુઓ – અરવલ્લીમાં માલપુરના કોઝ-વેનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન