PM Modi Mentioned Three Indigenous Vaccines On Corona
  • Home
  • Featured
  • PM મોદીએ જે કોરોનાની સ્વદેશી વેક્સીનની વાત કરી હતી તે કઈ? સામે આવ્યા કંપનીના નામ

PM મોદીએ જે કોરોનાની સ્વદેશી વેક્સીનની વાત કરી હતી તે કઈ? સામે આવ્યા કંપનીના નામ

 | 7:27 pm IST

ભારતના 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની અસરને પણ મહેસૂસ કરી. તેમણે દર વર્ષે અહીં દેખાતા બાળકોના ચહેરાને યાદ કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેમણે આશ્વાસન આપ્યું કે કોરોના રસીની તૈયારી એકદમ ઝડપથી થઇ રહી છે. વૈજ્ઞાનિકોએ લીલી ઝંડી દેખાડતા જ તેનું ઉત્પાદન શરૂ કરી દેવાશે.

સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરતાં પીએ મોદીએ કહ્યું કે આપણા વૈજ્ઞાનિકો રસી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતમાં ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગના અલગ-અલગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો તરફથી જ્યારે લીલીઝંડી મળી જશે તો તેની સંપૂર્ણ તૈયારીઓ તૈયાર કરાઇ રહી છે. ઝડપથી ઉત્પાદનની સાથે રસી દરેક ભારતીયની પાસે ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે પહોંચાડાય તેની પણ રૂપરેખા તૈયાર છે. જોકે વડાપ્રધાને સ્વદેશી કોરોના વાયરસની કંપનીના નામ જણાવ્યા નહોતા પણ તેની વિગતો સામે આવી છે.

ઝાયડસ કેડિલા

ભારતીય દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કોરોનાની વેક્સીન બનાવી રહી છે. કંપનીની પ્લાખ્મિડ ડીએનએ વેક્સીન ‘ઝાયકોવી-ડી’ ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં છે. આ વેક્સીનની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી હતી. આ ટ્રાયલ હાનિરહિત રહ્યું અને પીડામુક્ત પણ. કંપનીના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યા બાદ સ્વયંસેવી સ્વસ્થ્ય થઈ ગયો હતો.

ભારત બાયોટેક

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસની વેક્સીનને ‘કોવૈક્સીન’ નામ આપવામાં આવ્યું છે. તેની હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલ દિલ્હી, પટના, ભુવનેશ્વર, ચંડીગઢ સહિત દેશના 12 ભાગમાં ચાલી રહી છે. જેમાંથી 11 જગ્યાએ તો તેની ક્લિનિકલ ટ્રાયલ પુરી પણ થઈ ગઈ છે. માત્ર દિલ્હી એમ્સમાં તેની હ્યૂમન ક્લીનિકલ ટ્રાયલ બાકી છે. કોવૈક્સીનને ભારત બાયોટેક, આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. કોવૈક્સીનનું મેન્યુફેક્ચરિંગ કંપનીના હૈદરાબાદ ખાતેના યુનિટમાં કરવામાં આવશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા

દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII) Gavi અને બિલ એંડ મેલિંડા ગેટ્સ ફાઉંડેશન સાથે ભાગીદારીમાં કોરોનાની વેક્સીન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની રિસર્ચ પર આ વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સીનનું નામ ‘કોવિશિલ્ડ’ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન