pm modi message on coronavirus director vivek ranjan agnihotri reaction
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોઈ મુરખ ટ્રોલ કરે એ પહેલાં જ આ ડાયરેક્ટરે PM મોદીનો પક્ષ લીધો, વાત સાંભળીને બધા ચૂપ!

કોઈ મુરખ ટ્રોલ કરે એ પહેલાં જ આ ડાયરેક્ટરે PM મોદીનો પક્ષ લીધો, વાત સાંભળીને બધા ચૂપ!

 | 8:23 am IST

આ દિવસોમાં કોરોના વાયરસને કારણે હાલત ખુબ ખરાબ છે. અત્યાર સુધીમાં આંકડો પણ 2000 ઉપર પહોંચી ગયો છે અને હજુ આ વાયરસ ફેલાવવાનું અટકતું નથી. આ બધી મહામારીને રોકવા માટે પ્રધાનમંત્રી મોદી પણ સજ્જ છે અને નવા નવા નિર્ણયો કરે છે. હાલમાં જ પીએમ મોદીએ રવિવારે બધા લોકોને એક અપીલ કરી છે. હવે દર વખતની જેમ લોકો ટ્રોલ કરવા માટે તો તૈયાર જ હોય. પરંતુ આ વખતે કોઈ ટ્રોલ કરે એ પહેલાં બોલિવૂડના જાણીતા ડાયરેક્ટરે બધા મુરખ લોકોને સંભળાવી દીધું.

પીએમ મોદીએ 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટે બધાને સાથે લાઈટ બંધ કરીને મીણબત્તી અને દિવાની રોશની કરવાનું કહ્યું છે. તો બોલિવૂડના મશહુર ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ એક ટ્વીટ કર્યું. તેણે પોસ્ટ કરીને લખ્યું કે, આ પહેલા કે કોઈ મુરખ લોકો પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરુ કરે એ પહેલા જ હું એક વાત સાફ સાફ કરી દઉં કે પીએમ મોદી ભારતના અત્યાર સુધીના સૌથી બેસ્ટ નેતા છે. તે જાણે છે કે ભારતને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કઈ રીતે લીડ કરવો છે. આનો બીજો કોઈ રસ્તો નથી.

બોલિવૂડના આ દિગ્ગજ ડાયરેક્ટરે કંઈક આ રીતે પ્રધાનમંત્રીની અપીલનું સમર્થન કર્યું છે. વિવેકની આ ટ્વીટ પર લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. તો વળી કેટલાક લોકો આ વાતનો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા પણ વિવેક ઘણીવાર દેશના મુદ્દા પર પોતાની રાય રાખતો જોવા મળે છે.

આ વીડિયો પણ જુઓ: કોરોના વાયરસ વચ્ચે આવ્યું નવું સોંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન