મહિલા ક્રિકેટ ટીમને મળ્યા PM, કહ્યું-પુત્રીઓએ દેશને અપાવ્યું ગૌરવ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મહિલા ક્રિકેટ ટીમને મળ્યા PM, કહ્યું-પુત્રીઓએ દેશને અપાવ્યું ગૌરવ

મહિલા ક્રિકેટ ટીમને મળ્યા PM, કહ્યું-પુત્રીઓએ દેશને અપાવ્યું ગૌરવ

 | 4:04 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી અને ખેલાડીઓને જણાવ્યું કે, તેમને દેશની અન્ય પુત્રીઓની જેમ ભારતને ગૌરવપ્રદાન કર્યું છે. ટીમ મહિલા વિશ્વકપમાં ભાગ લીધા બાદ સ્વદેશ પાછી ફરી છે, જેમાં ભારતને ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મોદીએ ફાઈનલ મેચમાં પહેલા ટીમ અને ખેલાડીઓને શુભેચ્છાઓ આપતા અનેક ટ્વિટ કરી હતી. તેમને મેચ બાદ પણ ટીમના પ્રદર્શનના વખાણ કરતાં મેચ ખતમ થતાની સાથે જ ટ્વિટ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય અનુસાર આ મુલાકાત દરમિયાન ખેલાડીઓને કહ્યું કે, તેમને પહેલી વખત મહિલા ક્રિકેટ ટીમ માટે વડાપ્રધાનના ટ્વિટ દેખ્યા હતા.

વડાપ્રધાન કાર્યાલય નિવેદન અનુસાર, ટીમ કહ્યું કે, તેમને તે જાણીને ખુશી થઈ અને પ્રેરણા મળી કે વડાપ્રધાન તેમની રમત પર નજર છે. ટીમ ઈન્ડિયાએ વડાપ્રધાનને પૂછ્યું કે રમત દરમિયાન દબાણનો સામનો કઈ રીતે કરવો? તેનો જવાબમાં મોદીએ જણાવ્યું કે, “માનસિક અને શારીરિક સંતુલન બનાવવા માટે નિયમિત યોગા કરવા જોઈએ, યોગાથી દબાણનો સામનો કરવામાં મદદ મળી શકે છે.”

વડાપ્રધાને ખેલાડીઓને કહ્યું કે, તમે હાર્યા નથી, પરંતુ 125 કરોડ ભારતીયોએ ફાઈનલમાં પોતાના પર હારની જવાબદારી લીધી અને જોઈએ તો આ એક મોટી જીત છે. નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને કહ્યું કે, ભારતની પુત્રીઓએ ઘણી બધી આંતરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં દેશને ગૌરવ અપાવ્યું છે. સમાજને મહિલાઓના વિભિન્ન ક્ષેત્રમાં મળનારી પ્રગતિથી ફાયદો મળી રહ્યો છે. વડાપ્રધાને ખેલાડીઓને હસ્તાક્ષર કરેલો બેટ ક્રિકેટ આપ્યો હતો.