PM Narendra Modi On Corona Virus In G-20 Summit 2020
  • Home
  • Corona live
  • G-20 દેશોનાં નેતાઓને PM મોદીએ કહ્યું- કોરોનાનું જન્મસ્થાન ભૂલીને માણસોને બચાવો

G-20 દેશોનાં નેતાઓને PM મોદીએ કહ્યું- કોરોનાનું જન્મસ્થાન ભૂલીને માણસોને બચાવો

 | 10:29 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 દેશોનાં નેતાઓથી અપીલ કરી છે કે તમામ દેશો મળીને વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે લડાઈ લડે. ગુરૂવારનાં જી-20 દેશોની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, “આ સમય એ વાતની ચર્ચા કરવાનો નથી કે કોવિડ-19ની ઉત્પત્તિ ક્યાંથી થઈ. અત્યારે વર્તમાન સંકટનાં નિરાકરણનાં ઉપાયો પર વાત થઈ જોઇએ. વાયરસનાં પ્રકોપ માટે કોઈને દોષ આપવાનો કોઈ પ્રયત્ન ના થવો જોઇએ.”

નબળા વર્ગનાં લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે કામ કરવું પડશે

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ જણાવ્યું કે, “જી-20 દેશોને માનવજીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને આ માટે યોજનાઓ બનાવવી જોઇએ.” તેમણે કહ્યું કે, “સમાજનાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે કામ કરવું પડશે. સાથે જ WHO જેવી સંસ્થાઓને મજબૂત બનાવવી પડશે.” પીએમ મોદીએ કહ્યું કે, “જી-20માં આપણે મોટાભાગે આર્થિક મુદ્દાઓ પર વાત કરતા રહ્યા છીએ, જ્યારે આપણી સામે આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ છે જેને આપણે સંભાળવા જોઇએ. કોવિડ-19એ આપણને વૈશ્વિક સ્તર પર સમસ્યાઓ વિશે વિચારવાની તક આપી છે.”

જી-20 નેતાઓએ કોરોના સામેની લડામાં ભારતની કરી પ્રશંસા

સૂત્રોનું કહેવું છે કે, જી-20 બેઠકમાં કોઈપણ દેશનાં નેતાએ એના પર વાત નથી કરી કે કોરાના વાયરસથી ક્યાર સુધી છૂટકારો મેળવી લેવામાં આવશે, કેમકે આનું અનુમાન કોઈપણ પાસે નથી. તમામ નેતાઓએ કોરોનાનાં ડાયગ્નોસ્ટિક કિટને જલદી પુરી પાડવા અને પ્રભાવી એક્શન પર વાત કરી. જી-20 નેતાઓએ કોવિડ-19 સંક્રમણ રોકવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી. સાથે જ કહ્યું કે, ભારતે કોરોનાને રોકવા માટે ના ફક્ત પોતાના દેશમાં પરંતુ વૈશ્વિક સ્તર પર પણ ભૂમિકા નીભાવી છે.

વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ જી-20ની બેઠક 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનાં કારણે આખી દુનિયામાં સામાજિક અંતર રાખવાનાં નિયમ પર પાલન થઈ રહી છે. આ માટે જી-20ની બેઠક પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ જી-20ની બેઠકમાં ભાગ લીધો.

આ વિડીયો પણ જુઓ: જેલના કેદીઓ માટે પણ અસરકારક નિર્ણય લેવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન