PM Modi Said- We Will try to Win War Against Corona in 21 Days
  • Home
  • Corona live
  • PM મોદીની દહાડ, કહ્યું- મહાભારત 18 દિવસમાં જીત્યું હતુ, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયાસ

PM મોદીની દહાડ, કહ્યું- મહાભારત 18 દિવસમાં જીત્યું હતુ, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયાસ

 | 6:22 pm IST

કોરોના વાયરસ સામે ‘યુદ્ધ’ની જાહેરાત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીનાં લોકો સામે ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીએ વિડીયો કોન્ફ્રસિંગ દ્વારા વારાણસીનાં લોકો સાથે વાત કરી. મહામારી કોરોના વાયરસ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતુ, કોરોના સામે 21 દિવસમાં જીતવાનો પ્રયાસ છે.

21 દિવસમાં કોરોના સામે યુદ્ધ જીતવાનો પ્રયત્ન

પીએમ મોદીએ કહ્યું કે, “મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતુ. આજે કોરોનાની વિરુદ્ધ આખો દેશ લડી રહ્યો છે, તેમા 21 દિવસ લાગવાના છે. અમારો પ્રયત્ન છે કે આને 21 દિવસમાં જીતી લેવામાં આવે.” દેશને સંબોધિત કર્યાનાં એક દિવસ બાદ કાશીનાં લોકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “મહાભારતનાં યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ મહારથી, સારથી હતા. આજે 130 કરોડ મહારથીઓનાં દમ પર આપણે કોરોનાની વિરુદ્ધ લડાઈ જીતવાની છે. આમાં કાશીવાસીઓની મોટી ભૂમિકા છે.”

પીએમ મોદીએ જણાવ્યું – કાશી દેશને શું શીખવી શકે છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીનો અનુભવ શાષ્વત, સનાતન, સમયાતીત છે અને આ માટે આજે લોકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને શીખવી શકે છે – સંયમ, સમન્વય, સંવેદનશીલતા. કાશી દેશને શીખવી શકે છે – સહયોગ, શાંતિ, સહનશીલતા. કાશી દેશને શીખવી શકે છે – સાધના, સેવા સમાધાન.” કાશીનાં મહત્વને જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, “કાશીનો તો અર્થ જ છે શિવ. શિવ એટલે કે કલ્યાણ. શિવની નગરીમાં, મહાકાલ-મહાદેવની નગરીમાં સંકટની સામે ઝઝુમવાનું, સૌને માર્ગ બતાવવાનું સામર્થ્ય છે.” પીએમ મોદીએ કોરોનાનાં ખતરાને જોતા લોકોને ઘરમાં રહેવાનું કહ્યું છે.

ઘરમાં રહેવવું એ જ આ બીમારીથી બચવાનો ઉપાય

પીએમ મોદીએ કહ્યું કે, “કોરોના બીમારીને જોતા દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામે અત્યારે ઘરોમાં રહેવું આવશ્યક છે. આ જ આ બીમારીથી બચવાનો સારો ઉપાય છે.” પીએમ મોદીએ આ દરમિયાન હેલ્પલાઇન નંબરની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, “કોરોનાથી જોડાયેલી સાચી અને સચોટ જાણકારી માટે WhatsApp સાથે મળીને હેલ્પડેસ્ક બનાવી છે. જો તમારી પાસે WhatsAppની સુવિધા છે તો તમે આ નંબર 9013151515 પર નમસ્તે લખીને મોકલશો તો તમને સાચો જવાબ મળવાનું શરૂ થઇ જશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન