પીએમ મોદીએ આપ્યા આધુનિક સૂચના આયોગના પાંચ સ્તંભ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પીએમ મોદીએ આપ્યા આધુનિક સૂચના આયોગના પાંચ સ્તંભ

પીએમ મોદીએ આપ્યા આધુનિક સૂચના આયોગના પાંચ સ્તંભ

 | 8:27 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પાટનગર દિલ્હીમાં કેન્દ્રીય સૂચના આયોગના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. જે દરમિયાન તેમણે સૂચના હાઇ-વે માટેના પાંચ આધાર સ્તંભ જણાવ્યા હતા.પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, આધુનિક સૂચના હાઇવેના પાંચ સ્તંભ છે. જેમાં પૂછવું (Ask), સાંભળવું(Listen), વાતચીત(Interact), કાર્ય(Act ) અને માહિતી આપવી(Inform)નો સમાવેશ થાય છે. જેના પર હાલની સરકાર એક સાથે કામ કરી રહી છે.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્રીય સૂચના આયોગની રચના આશરે 12 વર્ષ પહેલા થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આોગની ઓફિસ ભાડાંના મકાનમાં ચાલી રહી હતી. પરંતુ 2014માં એનડીએ સરકાર બન્યા પછી તમામ પ્રક્રિયાઓ ઝડપી થઇ છે. જેમાં આ બિલ્ડિંગ માટે પણ સરકારે રૂા. 60 કરોડ ફાળવ્યા હતા.

પીએમ મોદીએ સાથે જ પાછલી સરકારોની ટીકા કરતાં કહ્યું કે, ડોકટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવાનો નિર્ણય 1992માં લેવામાં આવ્યો હતો. પરંતુ 23 વર્ષમાં કોઇ કામ થયું જ ન હતું. જે પછી અમારી સરકારે ભૂમિપૂજન કર્યુ અને લોકાર્પણ પણ કરી દીધું છે.

હાલમાં ચર્ચા આવેલા પારદર્શકતાના મુદ્દા પર પણ પીએમ મોદીએ ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે વ્યવસ્થાઓમાં પારદર્શક્તા આવે છે, ત્યારે લોકોની જવાબદારી પણ વધે છે અને તેનો ભાવ પણ વધે છે. જેના કારણે સરકારના કામ કરવામાં પણ ફેરફાર જોવા મળે છે અને યોજનાઓની અસર બંને જ બદલાય જાય છે.