PM Modi Parliament Photos goes Viral on Social Media
  • Home
  • Featured
  • બંધારણ સામે માથું નમાવી કર્યું નમન, PM મોદીએ કહ્યું- સબકા સાથ,સબકા વિકાસ,સબકા…

બંધારણ સામે માથું નમાવી કર્યું નમન, PM મોદીએ કહ્યું- સબકા સાથ,સબકા વિકાસ,સબકા…

 | 2:30 pm IST

શનિવારે સંસદનાં સેન્ટ્રલ હોલમાં ભાજપ નેતા નરેન્દ્ર મોદીને વિધિવત ભાજપ અને એનડીએનાં નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે પીએમ મોદીએ ‘સબકા સાથ-સબકા વિકાસ, સબકા વિશ્વાસ’નો લક્ષ્ય તેમની નવી સરકાર સામે રજૂ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતને નવી ટોચે પહોંચાડવા માટે આપણે અલ્પસંખ્યકો સહિત દરેકનો વિશ્વાસ જીતવાનો છે. તેમને આ વાત સંસદના સેન્ટ્રલ હોલમાં રાજગ અને ભાજપાના નેતાઓને સંબોધિત કરતા કહી હતી.

તેમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ભાષણ પહેલા ભારતીય બંધારણની પ્રતિની નજીક જઈ માથું નમાવીને નમન કર્યું હતું. આ પ્રસંગે બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોષી પણ હાજર રહ્યા હતા. ભાજપ અને એનડીએનાં નેતા તરીકે ચૂંટતા પીએમ મોદી આ બન્ને વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ પણ લીધા હતા. એનડીએના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી. આ પ્રતિનિધિમંડળમાં પ્રકાશ સિંહ બાદલ, રાજનાથ સિંહ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી, કે પલાનીસામી, કોનારાડ સંગમા અને નેફિયૂ રિયો શામેલ હતા.

આ દરમિયાન એક પત્ર રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો જેમા લખ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાજપા સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. રાજગના ઘટક દળોના સમર્થન વાળા પત્ર પણ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન અને સેન્ટ્રલ હોલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન