PM modi phone call to Odisha CM Naveen Patnaik for Rajya Sabha Deputy Chairman election
  • Home
  • Featured
  • RJ ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી: PM મોદીએ 1 કોલ કર્યો, એક ઝાટકે આ પક્ષે છોડ્યો કૉંગ્રેસનો સાથ!

RJ ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી: PM મોદીએ 1 કોલ કર્યો, એક ઝાટકે આ પક્ષે છોડ્યો કૉંગ્રેસનો સાથ!

 | 9:10 am IST

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન માટે નવમી ઑગસ્ટના રોજ ચૂંટણી પર પોતાના પત્તા ખોલતા બીજુ જનતા દળ પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી NDAના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનું સમર્થન કરશે. મુંબઇથી પરત ફરવા પર પટનાયકે સંવાદદાતાઓને કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મને વાત કરી અને રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં અમે જેડીયુ ઉમેદવારનું સમર્થન કરીશું.

પટનાયકે કહ્યું કે બીજુ જનદા દળ આથી જેડીયુનું સમર્થન કરશે કારણ કે બંને જયપ્રકાશ નારાયણ આંદોલનની પેદાઇશ છે. પરંતુ જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ઓરિસ્સાના પ્રભારી હતા ત્યારે તેમના નિવેદન હંમેશા બીજુ જનતા દળ માટે કટૂતાપૂર્ણ થતું હતું.

મુખ્યમંત્રી એ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત કેટલાંય નેતાઓએ આ સંબંધમાં તેની સાથે વાતચીત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયક સાથે વાતચીત કરી રાજ્યસભાના ઉપસભાપતિ પદના ચૂંટણીમાં NDA ઉમેદવારના પક્ષમાં સમર્થન માંગ્યું હતું.

વાતચીત બાદ સૂત્રોએ કહ્યું હતું કે પટનાયક મતદાનના અંદાજે એક કલાક પહેલાં રાજ્યસભાના ઉપસભાપતિના પદની ચૂંટણી પર બીજદના રૂખની જાહેરાત કરી શકે છે. રાજ્યસભામાં બીજદના નેતા પ્રસન્ના આચાર્ય એ કહ્યું કે રાજગ ઉમેદવાર સિંહે બુધવારના રોજ સાંસદમાં બીજદના રાજ્યસભા સભ્યો સાથે મુલાકાત કરી અને તેમના સમર્થનની માંગણી કરી.

જ્યારે આચાર્યને પૂછવામાં આવ્યું કે શું કૉંગ્રેસના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદે પણ બીજુ જનતા દળના સાંસદોની મુલાકાત કરી છે તો તેમણે તેનો જવાબ ‘ના’માં આપ્યો. આ સંબંધમાં સંપર્ક કરવા પર હરિપ્રસાદે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલે બીજુ જનતા દળના સાંસદોના સમર્થનની માંગણી કરતાં પટનાયક સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં બીજુ જનતા દળના નવ સભ્ય છે.