PM Modi Rally in Asansol WB, Targets Mamta Banerjee and Congress
  • Home
  • Election 2019
  • જો હરાજીથી જ મળતું હોત PM પદ તો… : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જો હરાજીથી જ મળતું હોત PM પદ તો… : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 | 6:24 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં એક રેલીને સંબોધતા રાજ્યની મમતા બેનર્જી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે માત્ર થોડી બેઠકો સાથે ચૂંટણી લડીને મમતા બેનર્જી વડાપ્રધાન બનવા માંગે છે. મોદીએ કહ્યું કે જો હરાજીથી પીએમનું પદ મળતું હોત તો દીદી અને કોંગ્રેસે આ જ સુધી જે ધન એકત્ર કર્યું છે તે લઈને ઓક્શનમાં આવી ગયા હોત.

જન સભાને સંભોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે,‘સ્પીડ બ્રેકર દીદીનું મોડલ તૃણમૂલ ટોલાબાજી ટેક્સ પર આધારિત છે. તેમનું મોડલ કોલસા, રેતી, આયરન અને જમીન માફિયા પર આધારિત છે. તેમનું મોડલ છે કે પહેલા ઘુસણખોરોને દેશમાં આવવા દેવા અને પછી બંગાળના સંસાધનોમાં તેમને લૂટનો હિસ્સો આપવો’ ઉપરાંત મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે ટીએમસીની આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે તેમની રેલીઓમાં લોકો નથી આવી રહ્યા તો તેમને વિદેશી ફિલ્મી કલાકારોને બોલાવવા પડી રહ્યા છે.

ઉપરાંત મોદીએ લોકોને કહ્યું કે,‘આ વખતે તમે જો બંગાળમાં બીજેપીને લાવવાનું મન બનાવ્યું છે તેની બધી જગ્યાએ ચર્ચા છે. આ લહરથી મોટા-મોટા રાજનીતિક લોકો પણ હેરાન છે. તમે જો આ મહામિલાવટી દળને ઝાટકો આપવા જઈ રહ્યો છો. તેઓ એક નવો ઇતિહાસ રચશે.’ આ સિવાય મોદીએ ટીએમસી પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન