ટ્રમ્પ અને જીનપિંગને પછાડી PM મોદી આ બાબતમાં નીકળી ગયા આગળ - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પ અને જીનપિંગને પછાડી PM મોદી આ બાબતમાં નીકળી ગયા આગળ

ટ્રમ્પ અને જીનપિંગને પછાડી PM મોદી આ બાબતમાં નીકળી ગયા આગળ

 | 10:05 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં વર્લ્ડ ઇકૉનોમિક ફોરમમાં ભાગ લે તે પહેલાં જ તેમની લોકપ્રિયતાએ વધુ એક રેકોર્ડ સર્જયો છે. પીએમ મોદીને એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં દુનિયાના ટોચના ત્રણ નેતાઓમાં સામેલ કરાયા છા. ગૈલપ ઇન્ટરનેશનલ એ 50 દેશોમાં લોકોને પૂછેલા જુદા-જુદા પ્રશ્નોના આધાર પર પોતાનું વાર્ષિક સર્વેમાં પીએમ મોદીને વિશ્વ નેતાઓના સર્વેમાં ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોં પહેલાં અને જર્મનીના ચાંસેલર આંગેલા મર્કેલ ને આ સર્વેમાં બીજું સ્થાન મળ્યું છે. મૈક્રોં ને 21, મર્કેલને 20 અને પીએમ મોદીને 8 અંક મળ્યા છે. ગૈલપના મતે આ સર્વે માટે 53769 લોકોનો સર્વો કરાયો હતો. દરેક દેશમાંથી પ્રતિનિધિત્વ તરીકે લોકો પાસેથી સામ-સામે, ઑનલાઇન કે પછી ફોન દ્વારા સર્વે કરાયો. સર્વે માટે ફીલ્ડ વર્ક ઑક્ટોબર થી ડિસેમ્બર 2017મા કરાયું.

આ સર્વે એવા સમય પર આવ્યો છે જ્યારે પીએમ મોદી 22 જાન્યુઆરીના રોજ દાવોસ બેઠકમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ જઇ રહ્યાં છે. તેને જોતા સર્વેના નિષ્કર્ષોને પીએમ મોદી અને ભારત માટે ઉત્સાહજનક કહી શકાય છે.

આ સર્વેમાં પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રેસિડન્ટ શી જીનપિંગ, બ્રિટનના પીએમ ટેરીસા મે જેવા દિગ્ગજ નેતાઓની ઉપર સ્થાન મળ્યું છે. સર્વે પરથી ફરી એકવખત સાબિત થઇ ગયું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા ભારતીય ઉપખંડની બહાર પણ બરકરાર છે. સર્વેમાં અફઘાનિસ્તાનમાંથી 69 ટકા અને બાંગ્લાદેશમાંથી 51 ટકા લોકોએ મોદીના નામ પર મ્હોર મારી.

સર્વેમાં બીજું એક ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 53% ભારતીયોએ પસંદ કર્યા છે. ટ્રમ્પને કોઇ એશિયન દેશમાંથી યર સર્વાધિક સમર્થન છે. અમેરિકામાં 34 ટકા લોકોએ ભારતીય વડાપ્રધાન અંગે સર્વેમાં હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.