PM Modi Reveals Interesting Reason He Wears His Watch Backwards
  • Home
  • Featured
  • કલાઇ પર આખરે કેમ ઉંધી ઘડિયાળ બાંધે છે PM મોદી, ઈન્ટરવ્યુમાં ખુલ્યું રહસ્ય

કલાઇ પર આખરે કેમ ઉંધી ઘડિયાળ બાંધે છે PM મોદી, ઈન્ટરવ્યુમાં ખુલ્યું રહસ્ય

 | 1:38 pm IST

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડ સ્ટાર્સ અભિનેતા અક્ષય કુમારને નોન પોલિટીક્સ ઈન્ટરવ્યુ આપ્યું હતું. તેમને તે દરમિયાન પોતાના જીવનથી જોડાયેલા કેટલાક પ્રશ્નો વિશે ખુલીને વાત કરી હતી.

ઈન્ટરવ્યુ દરમિયાન મોદીએ પોતાના પરિવાર અને અંગત જીવન વિશેની જાણકારી દુનિયાની સામે છતી કરી હતી. તે ઈન્ટરવ્યુ દરમિયાન PM મોદીએ દરેકના મનમાં હંમેશા ઉદ્દભવતું રહસ્ય આજે દુનિયા સામે રજૂ કર્યું હતું.

હવે સામાન્ય રીતે તમને થશે કે, મોદીનું એવું તો ક્યું રહસ્ય છે? તમે હંમેશા મોદીને ભાષણોમાં જોયા હશે, ત્યારે તેમના ડાબા હાથે પહેરેલી ઘડિયાળ હંમેશા ઉંઘી પહેરેલી હોય છે. આ કોઇએ ના જોયું હોય તો આજે કોઇ જૂના વીડિયોમાં જોઇ લેજો. હવે આ રહસ્ય પરથી પીએમ મોદીએ આજે તેમને જાતે પડદો ઉંચક્યો હતો. તો જાણો પીએમ મોદી પોતાની કલાઈ પર ઉંધી ઘડિયાળ કેમ પહેરે છે.

PM મોદીએ જણાવ્યું કે કોઈ મીટિંગમાં સમય જોવાની જરૂરત પડે તો વિરુદ્ધ દિશામાં હોવાથી સરળતાથી જોઈ શકાય છે.

તેમણે કહ્યું કે, કલાઈમાં ઘડિયાળ સીધી હોય તો કલાઈને ફેરવીને સમય જોવો પડે છે. જેથી મીટિંગમાં બેઠેલા લોકોને પણ સારૂ ન લાગે. એટલા માટે હું ઘડિયાળને કલાઈમાં ઉંધી પહેરૂ છું જેથી મીટિંગ દરમિયાન સમય પણ સરળતાથી જોઈ શકાય અને લોકોને તે જાણ પણ ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન