PM Modi Reviewed Corona Pandemic Situation In The Country And Preparedness Of Vaccine Distribution
  • Home
  • Corona
  • કોરોનાને લઈને PM મોદીની મહાબેઠક, વેક્સીનને લઈ અધિકારીઓને આપ્યા મહત્વના આદેશ

કોરોનાને લઈને PM મોદીની મહાબેઠક, વેક્સીનને લઈ અધિકારીઓને આપ્યા મહત્વના આદેશ

 | 7:13 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સતત બીજા દિવસે કોરોના મહામારી (Corona Pandemic) ને લઈને સમીક્ષા બેઠક કરી હતી. બેઠકની અધ્યક્ષતા કરતા વડાપ્રધાન મોદી(Narendra Modi) એ કોરોના સામે લડવામાં ઢીલાસ દાખવવાને લઈ ચેતવની આપતાની સાથે જ મહામારી પર કાબુ મેળવવાનું આહ્વાન પણ કર્યું હ્તું. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન ( Dr Harsh Vardhan), વડાપ્રધાનના મુખ્ય સચિવ, નીતિ આયોગ (Niti Ayog)ના સભ્યો અને ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત હતા.

બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે રસી ફક્ત પાડોશી દેશો સુધી જ સીમિત રાખવાની નથી, પણ તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની છે. વડાપ્રધાને કહ્યું હતું કે, રસી (Vaccine)વિતરણ પ્રણાલીને વધુ મજબુત બનાવવા માટે આપણે વિશ્વભરના આઇટી પ્લેટફોર્મ (IT Platform)પર ભાર મૂકવાની જરૂર છે.

કોરોના વેક્સિન અને રસી વિતરણ પ્રણાલીથી લઈને મહામારીમાં રાખવામાં આવતા સાવચેતીના પગલા અને વર્તવામાં આવી રહેલી ઢીલાસને લઈને જાણકારી મેળવી હતી. સાથે જ પીએમે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી છે. બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યા હતાં કે, વૈશ્વિક સમુદાયની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પાડોસમાં આપણા પ્રયાસોને સીમિત ન કરવા જોઈએ. વેક્સિન વિતરણ સિસ્ટમ માટે રસી, દવાઓ અને આઈટી પ્લેટફોર્મ પુરા પાડી દુનિયા સુધી પહોંચવું જોઈએ.

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, દેશના ખુણે ખુણે અને જે તે જગ્યાઓની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી કોરોનાની વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક રીતે લાગૂ કરવા પર પણ ભાર આપ્યો હતો.

તહેવારોમાં સોશિયલ ડિસ્ટેંસ રાખવાની પણ અપીલ

પીએમ મોદીએ બેઠકમાં રોજે રોજ કોરોના કેસોમાં થઈ રહેલા ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને તહેવારો દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ, કોરોનાના દિશા-નિર્દેશોનું પાલન કરવા અને આત્મસંયમ જાળવવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે સંક્રમણથી મુક્ત થનારા લોકોની સંખ્યા 65 લાખથી વધી ગઈ છે. આમ સંક્રમણનો રિકવરી રેટ 87.78 ટકા પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન