PM Modi Said Mamata Banerjee Fearing To Loose Her Legacy
  • Home
  • Featured
  • PM મોદીનો મમતા પર પ્રહાર, “રાજપાટ ખોવાના ડરથી ડરી ‘દીદી’, 2019માં પત્તુ સાફ થશે”

PM મોદીનો મમતા પર પ્રહાર, “રાજપાટ ખોવાના ડરથી ડરી ‘દીદી’, 2019માં પત્તુ સાફ થશે”

 | 6:35 pm IST

પશ્ચિમ બંગાળમાં ભડકેલી રાજકીય હિંસાની ઘટનાઓ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારનાં બાશીરહાટમાં એક જનસભા સંબોધિત કરી હતી. રેલી દરમિયાન તેમના નિશાને મમતા બેનર્જી રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે, “દીદીની હડબડાટ જોઇને અને આ જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે બંગાળની મદદથી બીજેપી આ વખતે 300 સીટ પાર કરશે અને આમાં બંગાળની જનતાની મહત્વની ભૂમિકા હશે. આજે આખા બંગાળમાંથી અવાજ આવી રહી છે કે દીદીની સત્તા જશે અને આ કારણે તે અત્યારે બૌખલાઈ ગઈ છે.”

પીએમ મોદીએ કહ્યું કે , “દીદી બંગાળીઓની પરંપરાને તાર-તાર કરી રહી છે. તે પોતાના જ પડછાયાથી ડરેલી છે અને બૌખલાઈ ગઈ છે. આવું એ માટે કારણ કે તેને ખબર છે કે તેમની જમીન ખસી ગઈ છે. આજે બંગાળથી ફક્ત એક જ અવાજ આવી રહી છે કે 2019માં જ દીદીનું પત્તુ સાફ થઈ જવાનું છે. બંગાળમાં દીદી જે રીતે ભડકેલી છે, તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બંગાળ અને દેશભરમાં બીજેપી એકલા દમે પૂર્ણ બહુમત લાવી રહી છે. દીદીની હડબડાટ જોઇને અને જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે બંગાળની મદદથી આ વખતે 300 સીટ પાર થઈ જશે અને તેમા બંગાળની મહત્વની ભૂમિકા હશે.”

તેમણે કહ્યું કે, “દીદીને લાગી રહ્યું હતુ કે તે અહીંનાં લોકોને દગો આપીને, ડરાવીને, ધમકાવીને રાજ કરતી રહેશે. પરંતુ જ્યાંથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટૈગોર, સુભાષ ચંદ્ર બોઝ જેવા લોકો નિકળ્યા હોય એ ધરતીનાં લોકો દીદીને સહન નહીં કરે. બંગાળનાં લોકોએ મન તૈયાર કરી લીધું છે કે દીદીને સત્તાથી બહાર કરવા છે. ” હાલમાં બંગાળમાં ભડકેલી રાજનીતિક હિંસા પર તંજ કસતા પીએમ મોદીએ કહ્યું કે, “રાજપાટ છીનવાઈ જવાના ડરથી દીદી ભડકશે નહીં તો શું કરશે. દીદીએ પોતાનું એ રૂપ દર્શાવ્યું છે, જેના ગવાહ દિલ્હીમાં બેઠેલા તેમના દરબારી પણ છે.”

બીજેપી યુવા મોર્ચાની નેતા પ્રિયંકા શર્માની ધરપકડને લઇને પીએમ મોદીએ મમતા પર પ્રહાર કરતા કહ્યું કે, “બંગાળની બે દીકરીઓ દ્વારા પ્રશ્ન પુછાતા 4-5 વર્ષ પહેલા દીદી ગુસ્સામાં આવી ગઈ. તેનો વિડીયો આજે પણ સોશિયલ મીડિયા પર છે. દીદીને આજે ફરી એક બંગાળની દીકરી પર ગુસ્સો આવ્યો છે અને તેને જેલમાં પુરી દેવાઈ. એક ફૉટો માટે આટલો ગુસ્સો? દીદી તમે તો ખુદ ચિત્રકાર છો, તમારું પેઇન્ટિંગ તો કરોડોમાં વેચાય છે. તમે ખરાબમાં ખરાબ અને ગંદામાં ગંદૂ મારુ એક ચિત્ર બનાવો અને 23 મે બાદ જ્યારે હું ફરી પ્રધાનમંત્રી બનીશ તો ત્યારે એ ચિત્રને મને ભેટ કરો, હું તેને પ્રેમથી સ્વીકારીશ. જિંદગીભર તેને મારી સાથે રાખીશ. કોઈ એફઆઈઆર નહીં દાખ કરાવું.”

પીએમ મોદીએ કહ્યું કે, “અહીં બીજેપી નેતાઓને રેલી નથી કરવા દેવામાં આવતી, વૉટ નથી નાંખવા દેવામાં આવતો. દીદી તમે બંગાળને કયા યુગમાં લઈ જઈ રહ્યા છો? આવુ જ કંઇક ત્યારે થયું હતુ જ્યારે ઇમરજન્સી બાદ ચૂંટણી હતી. તમે મારા શબ્દો લખીને રાખો કે આ લડાઈ તમે બીજેપી સામે નહીં, બંગાળની જનતા સામે શરૂ કરી છે. બંગાળની જનતા કમળનું બટન દબાવીને તમને જવાબ આપશે. આ લોકતંત્ર છે. તમે યાદ રાખો કે જે દીકરીઓને તમે જેલમાં નાંખી છે, એ છ દીકરીઓ તમને પાઠ ભણાવશે. આ ધરતી મા દુર્ગા અને મા સરસ્વતીની છે, તમે તેમનું અપમાન કર્યું છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન