pm-modi-said-youre-called-hotel-motel-patel
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અચ્છા એટલે વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘હોટલ મોટલ પટેલ વાળા’

અચ્છા એટલે વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘હોટલ મોટલ પટેલ વાળા’

 | 5:31 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકામાં ભારતવંશીઓ માટે ઉપયોગ થનાર સંબોધનને મઝાકિયા અંદાજમાં ઉલ્લેખ કરતા કહ્યું કે, તે કઈ રીતે ભારતમાં પર્યટનને પ્રોત્સાહિત કરી શકે છે. પીએમ મોદીએ અમેરિકાના સૌરાષ્ટ્ર પટેલ કલ્ટરલ સમાજના વીડિયોમાં સંબોધનમાં પૂછ્યું, તમે લોકો ‘હોટલ મોટલ પટેલ વાળા’ના રૂપમાં જાણીતા બન્યો છે, શું તમારામાં દરેક વ્યક્તિ ભારત ભ્રમણ માટે 5 લોકોને પ્રોત્સાહિત કરી શકે છે?

તમને જણાવી દઈએ કે, ગુજરાતી પટેલ સમુદાયને અમેરિકાના મોટલ વ્યવસાયમાં પ્રભુત્વ છે, એટલા માટે તેમણે આ ઉલ્લમણા નામથી સંબોધિત કરવામાં આવે છે. લોકો ઘણી વખત મોટલને પટેલ મોટલ્સના નામથી પણ સંબોધિત કરે છે. પીએમ મોદીએ કહ્યું, જ્યારે પણ તમારી હોટલ કે મોટલમાં કોઈ ગેસ્ટ આવે છે ત્યારે શું તમે તેણે ટીવી પર ભારત સાથે જોડાયેલી 5 મિનિટની ક્લિપ દેખાડી શકો છો, જ્યારે કોઈ ગેસ્ટ ટીવી ઓન કરશે, ત્યારે તે જોઈ શકશે કે ભારત કેવો દેશ છે.

હોટલ મોટલ વ્યવસાયમાં પટેલોનું પ્રભુત્વને લઈને પીએમ મોદીની વાત બિલકુલ યોગ્ય હતી. તમને જણાવી દઈએ કે, સ્મિથ સોનિયન મેગેઝિને 2014માં કહ્યું હતું કે, અમેરિકામાં ઓછામાં ઓછા 50 ટકા મોટલના માલિક ભારતવંશી છે. તેમાંથી 70 ટકા ગુજરાતી છે. લેખના મતે, અમેરિકામાં કોઈ પણ મોટલમાં રોકાશો તો ત્યાં તમને ભારતવંશી પરિવાર મળશે.

એક રિપોર્ટ મુજબ, 2015માં અમેરિકામાં પટેલ સમુદાયની જનસંખ્યા 2,57,000 હતી, જ્યારે અમેરિકાના ટૉપ 500 સરનેમમાં પટેલની રેન્કિંગ 174 છે. અમેરિકાની મોટલ ઈન્ડરસ્ટ્રીમાં 22,000 હોટલ અને મોટલના માલિક ભારતીય છે.