Rakhi Sawant Commented On NickYanka Pic Which Shared By PM Modi
  • Home
  • Entertainment
  • Bollywood
  • પીએમ મોદીએ શેર કર્યો ‘નિકયાંકા’નો ફૉટો, રાખી સાવંતે કૉમેન્ટમાં જ કહી દીધું કે…

પીએમ મોદીએ શેર કર્યો ‘નિકયાંકા’નો ફૉટો, રાખી સાવંતે કૉમેન્ટમાં જ કહી દીધું કે…

 | 12:34 pm IST

પ્રિયંકાએ વ્યક્ત કર્યો પીએમ મોદીનો ધન્યવાદ

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના લગ્નનાં રિસેપ્શનમાં હાજરી આપીને પ્રસંગને ખાસ બનાવનાર પીએમ નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો. આની એક તસવીર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયંકાએ ધન્યવાદ કરતા લખ્યું કે, ‘આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર, જેમણે પોતાની હાજરીથી અમારા પ્રસંગની શોભા વધારી. તમારા વિનમ્ર શબ્દો અને આશીર્વાદથી પ્રભાવિત છું.’

રાખી સાવંતે કૉમેન્ટ કરીને આપ્યું નિમંત્રણ

આ કૉમેન્ટની નીચે પ્રિયંકાનાં પતિ નિક જોનસે પણ ધન્યવાદ મેસેજ લખ્યો છે, પરંતુ આ કૉમેન્ટમાં રાખી સાવંતે પણ પીએમ મોદીને પોતાના લગ્નનું નિમંત્રણ આપ્યું છે. રાખી સાવંતે કૉમેન્ટ કરી કે ‘વૉવ….નાઇસ મોદીજી, પ્લીઝ 31 ડિસેમ્બર સાંજે 7 વાગ્યે મારા લગ્નમાં પણ આવજો.’ રાખી સાવંતે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણી એવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ઇન્ટરનેટ સનસની દીપક કલાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે તેવું કહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈને એ ખાતરી નથી કે રાખી ખરેખર લગ્ન કરવા જઈ રહી છે કે પછી મજાક કરી રહી છે.

પીએમ મોદીએ પ્રિયંકાનાં પરિવાર સાથે પણ કરી હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નમાં સફેદ કુર્તા-પાયજામા અને નેહરૂ જેકેટમાં પીએમ મોદીએ નવપરિણીત જોડીને એક-એક ગુલાબ આપ્યું હતુ અને લગભગ 10 મિનિટ સુધી મંચ પર હાજર રહ્યા હતા. તેમણે હાથ જોડીને નિક અને પ્રિયંકાનાં પરિવાર સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 1-2 ડિસેમ્બરનાં રોજ જોધપુરનાં ઉમેદ ભવનમાં પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા.