pm modi shares his fitness recipe drumstick leaves paratha moringas-paratha
  • Home
  • Featured
  • મોરિંગાના પરાઠામાં છુપાયેલું છે પીએમ મોદીની ફિટનેસનું રાજ! જાણો શું કહ્યું?

મોરિંગાના પરાઠામાં છુપાયેલું છે પીએમ મોદીની ફિટનેસનું રાજ! જાણો શું કહ્યું?

 | 2:48 pm IST

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એક વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા લોકો સાથે વાત કરી છે. આ ઓનલાઇન કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પેરાલિંપિંયન દેવેન્દ્ર ઝાઝરિયા સિવાય મોડલ, રનર અને અભિનેતા મિલિન્દ સોમન, ન્યુટ્રિશનિસ્ટ રજુતા દિવેકરે પણ ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ ન્યુટ્રિશનિસ્ટને તેની ફિટનેસની સીક્રેટ રેસીપી મોરિંગા પરાઠા અંગે પણ જણાવ્યું.

પીએમ મોદીએ ન્યુટ્રિશનિસ્ત રજુતા દિવેકરની સાથે ફિટ ઇન્ડિયા મુહિમ પર ચર્ચા કરી આ દરમિયાન રજુતાએ કહ્યું કે અમે જે સામાન્ય ખાવાનું ખાઇએ છીએ તેનું સેવન કરીને પણ અમે ફિટ રહી શકીએ છીએ. કારણકે તેમા દરેક જરૂરી પોષક તત્વ હોય છે. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે મારી પણ એક રેસિપી છે.

મોરિંગાના પરાઠા ખાય છે મોદી, શેર કરી રેસિપી

પીએમ મોદીએ જણાવ્યું કે તે ફિટ રહેવા માટે મોરિંગ (સરગવાની સીંગના પાન)ના પરાઠા બનાવીને ખાય છે. પીએમએ કહ્યું કે તે અઠવાડિયામાં એક કે બે વખત તેને ખાય છે. તેમણે વધુમાં કહ્યું કે તે પબ્લિક માટે જરૂર આ રેસિપીને મુકશે.

પીએમની માતા પૂછે છે, ‘હળદર લે છે કે નહીં’

પીએમ મોદીએ ન્યુટ્રિશનિસ્ટ રજુતા દિવેકરથી ચર્ચા દરમિયાન કહ્યું તે કોરોના વાયરસની આ મુશ્કેલ સમયમાં તેમની માતાથી અઠવાડિયામાં 2-3 વખત વાત કરવાની કોશિશ કરતા તેમણે કહ્યું કે જ્યારે પણ હું માતાને ફોન કરુ છું તો તે પુછે છે કે હળદર લે છે કે નહીં.

શેફ સંજીવ કપૂરે કર્યો હતો ખુલાસો

2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંયુક્ત અરબ અમીરાતની યાત્રા પર ગયેલા શેફ સંજીવ કપૂરે ખુલાસો કર્યો હતો કે પીએમ મોદીને સરગવાની સિંગના પાનના પરાઠા ખૂબ પસંદ છે. પીએમ મોદીએ સંજીવ કપૂરની સાથે તેમની રેસિપી શેર પણ કરી હતી. ફિટ ઇન઼્ડિયા ડાયલોગની આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક લોકોએ તેમની યાત્રા અને વડાપ્રધાનના સ્વસ્થ જીવનના ગુણો પર તેમના વિચાર રાખ્યા અને સલાહ પણ આપી છે.

આ પણ જુઓ : ફક્ત એક જડીબુટ્ટીથી દૂર થશે તમારો તાવ અને શરદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન