PM Modi Speaking About Ram Mandir And Supreme Court In Nashik
  • Home
  • Featured
  • રામ મંદિરને લઇને PM મોદીએ આપ્યું મોટું નિવેદન, ગમે તેમ બોલનારાઓને લીધા આડે હાથે

રામ મંદિરને લઇને PM મોદીએ આપ્યું મોટું નિવેદન, ગમે તેમ બોલનારાઓને લીધા આડે હાથે

 | 4:28 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દ્વારા બ્યૂગલ ફુંકતા રામ મંદિરને લઇને દાવા કરનારાઓ પર પ્રહાર કર્યા છે. અયોધ્યા સુનાવણી પર ગુરૂવારનાં તેમણે કહ્યું કે, “સુપ્રીમ કૉર્ટ પર ભરોસો છે. હું નિવેદનબાજી કરનારા બહાદૂરોને નિવેદન કરું છું કે ભગવાન રામ માટે થઇને સુનાવણીમાં વિક્ષેપ ના નાંખો.” અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જુની સરકારોનો ફક્ત મુંબઈનો વિકાસ કરવાને લઇને ટીકા પણ કરી. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર પર નારો આપ્યો કે “આપણે નવું કાશ્મીર બનાવવાનું છે.”

રામ મંદિર પર ગમે તે ના બોલો: પીએમ મોદી

રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક મોટુ મોટુ બોલનારા લોકોએ અયોધ્યામાં રામ મંદિરને લઇને ગમે તે નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. દેશનાં તમામ લોકોનાં મનમાં સુપ્રીમ કૉર્ટનું સમ્માન હોવું જરૂરી છે. કેસ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહ્યો છે. કૉર્ટમાં તમામ લોકો પોતાની વાત રાખી રહ્યા છે. આવામાં આ નિવેદન આપનારા બહાદૂરો ક્યાંથી આવી ગયા? હું આવા નિવેદન આપનારા બહાદૂરોને હાથ જોડીને નિવેદન કરું છું કે ભગવાન માટે, ભગવાન રામ માટે ભારતની ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખો અને આંખ બંધ કરીને કંઇ પણ ના બોલો.”

100 દિવસ પર PM મોદીએ કહ્યું – પ્રોમિસ, પરફોર્મન્સ અને ડિલિવરી

આ તક પર પીએમ મોદીએ કહ્યું કે, “સરકારની બીજી ઇનિંગનાં 100 દિવસ પુરા થયા છે અને આ પહેલી સદીમાં પ્રોમિસ, પરફોર્મન્સ અને ડિલિવરી છે. સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મદદ આપવાનું વચન આપ્યું હતુ અને 20,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપી ચુક્યા છીએ, જેનાથી સૌથી વધારે મહારાષ્ટ્રનાં ખેડૂતોને ફાયદો થયો છે.” પીએમ મોદીએ દાવો કર્યો કે, “નાના વેપારીઓ અને દુકાનદારોને નિશ્ચિત પેન્શન સાથે જોડી દેવામાં આવ્યા છે. જલદી ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવશે.”

પીએમ મોદીનો દાવો – પુરા કર્યા વચનો

પીએમ મોદીએ કહ્યું કે, “અમે વાયદો કર્યો હતો કે દેશનાં પશુધનને ખેડૂતોનાં વિકાસની કરોડરજ્જૂ બનાવીશું. 50 કરોડ પશુધનને બીમારીથી બચાવવા માટે ટીકાકરણ અભિયાન ચલાવ્યું.” તેમણે કટાક્ષ કર્યો કે, “પૉલિટિકલ પંડીતો કહેતા રહ્યા કે ચૂંટણી આવી એટલે કરે છે. પશુધન વૉટ આપવા નથી આવતા. અમે દેશ માટે કામ કરીએ છીએ.” તેમણે કહ્યું કે, “આદિવાસી યુવાઓને શિક્ષિત કરવા માટે અને કૌશલ નિર્માણ માટે 462 એકલવ્ય મૉડલ સ્કૂલોની ડિલિવરીનું કામ શરૂ થઇ ગયું છે” પીએમ મોદીએ કહ્યું કે, “તાજેતરમાં જ બે શક્તિશાળી હેલીકોપ્ટર સેનામાં સામેલ થયા છે અને રાફેલ પણ જલદી સેનામાં સામેલ થશે.”

આ વિડીયો પણ જુઓ: વાહન ચાલકોના દંડ અને લક્ષ્યાંકને કોઈ લેવા દેવા નહીં તોમર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન