Video મોદી બોલ્યા- 'યોગીજી આવ્યાં છે તો કઈંક...', ચારે બાજુ તાળીઓનો ગડગડાટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • Video મોદી બોલ્યા- ‘યોગીજી આવ્યાં છે તો કઈંક…’, ચારે બાજુ તાળીઓનો ગડગડાટ

Video મોદી બોલ્યા- ‘યોગીજી આવ્યાં છે તો કઈંક…’, ચારે બાજુ તાળીઓનો ગડગડાટ

 | 2:46 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલાહાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાઠના સમાપન સમારોહમાં ન્યાયપાલિકાની સમસ્યાઓ અને પડકારોનો ઉલ્લેખ કર્યો અને નવી ટેક્નોલોજીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આ સાથે ઉત્તરપ્રદેશની નવી નવેલી યોગી આદિત્યનાથ સરકાર પાસેથી જેલ અને કોર્ટને જોડવા માટે માટે પગલું ભરવા અંગેની આશા પણ વ્યક્ત કરી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કાયદાની ઝંઝાળને ઓછી કરવા માટે તેમની સરકાર રોજે રોજ કોઈ જૂના કાયદા ખતમ કરી રહી છે.

યોગી સરકાર પાસે પીએમ મોદીએ વ્યક્ત કરી અપેક્ષા

પીએમ મોદીએ કહ્યું કે કોર્ટ અને જેલોને જો વીડિયો કોન્ફરન્સિંગથી જોડી દેવાય તો ઘણો સમય બચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જેલમાંથી કેદીઓને કોર્ટમાં લાવવા કેટલા મુશ્કેલ છે તે તો આપણે બધા જાણીએ છીએ. હવે રાજ્યમાં યોગીજીની સરકાર આવી છે તો આશા છે કે આ બધુ બંધ થશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જો કોર્ટને કનેક્ટ કરી દેવાય તો સારા એવા રૂપિયા પણ બચશે. આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે કેસની તારીખ SMSથી મળવી જોઈએ અને તે માટે કોશિશ થવી જોઈએ.

કાયદો બધા માટે બરાબર

પીએમ મોદીએ કહ્યું કે અલાહાબાદ ન્યાયનું તીર્થક્ષેત્ર છે. કાયદો બધા માટે બરાબર હોવો જોઈએ. હિન્દુસ્તાનની આઝાદીમાં દેશના વકીલોનું મોટુ યોગદાન રહ્યું છે. મહાપુરુષોએ કહેલી વાતો જીંદગીનો મક્સદ બનવો જોઈએ. ન્યાયપાલિકામાં મુશ્કેલીઓ અંગે ભારતના ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહરની પીડાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ચીફ જસ્ટિસની પીડા હું સમજી શકું છું. સરકાર તેમાં ફેરફાર કરવાની પૂરેપૂરી કોશિશ કરશે. અમે ચીફ જસ્ટિસના સંકલ્પ સાથે છીએ.

કાયદો શાસકોનો પણ શાસક છે, કાયદાથી સમાજ ચાલે છે: સીએમ યોગી

આ અગાઉ સમારોહના ચીફ ગેસ્ટ યોગી આદિત્યનાથે સમાપન સમારોહને સંબોધન કરતા કહ્યું કે લોકતંત્રની સ્વતંત્રતાનો પાયો મજબૂત ન્યાયપાલિક પર નિર્ભર કરે છે. પ્રાચીન કાળથી ન્યાય તથા વિધિ એક બીજાના પૂરક છે. તેમણે અલાહાબાદ હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાયદો શાસકોનો પણ શાસક છે. કાયદાનું સ્થાન શાસક કરતા પણ ઉપર હોય છે. કાયદાથી સમાજ ચાલે છે. જ્યારે જ્યારે લોકતંત્ર પર સંકટ આવ્યું તો અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ઐતિહાસિક ફેસલાથી તેનું સન્માન રાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન