PM Modi Speech on Unlock-2, The Story of The Fine Imposed on Bulgarias PM
  • Home
  • Corona live
  • અનલોક-2માં નિયમ તોડનારાઓને આકરો દંડ! PM મોદીએ ‘કહાની’ સંભળાવી આપ્યા સંકેત

અનલોક-2માં નિયમ તોડનારાઓને આકરો દંડ! PM મોદીએ ‘કહાની’ સંભળાવી આપ્યા સંકેત

 | 6:58 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં લોકડાઉન-2ને લઈને દેશવાસીઓને વધારે સાવધાની રાખવાની સલાહ આપી છે. સાથે જ તેમને કોરોના વાયરસથી બચવા સરકારથી લઈને સ્થાનિક પ્રસાશન સુધી સાવચેતી રાખવાની સલાહ આપી હતી. સાથે જ પીએમ મોદીએ બલ્ગુરિયાના વડાપ્રધાનની એક કહાની પણ સંભળાવી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા લડતા આપણે હવે લોકડાઉનથી લઈ અનલોક-2 સુધી પહોંચ્યા છીએ અને હવે આપણે એ ઋતુમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છીએ જેમાં શરદી, ખાંસી, તાવનું પ્રમાણ વધે છે. જેથી આ સમયમાં મારી સૌદેશવાસીઓને પ્રાર્થના છે કે આ સમયમાં પોતાની ખાસ કાળજી રાખો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનલોક-2ની જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન સંદર્ભમાં દેશના નામે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના વાયરસની કાળજી રાખવાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને કંટેનમેંટ ઝોન પર આપણે વધારે ધ્યાન આપવુ પડશે, જે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યાં તેમને આપણે રોકવા પડશે, ટોકવા પડશે અને સમજાવવા પણ પડશે.

બલ્ગુરિયાના વડાપ્રધાનનું આપ્યું ઉદાહરણ

વડાપ્રધાને કોરોના વાયરસના નિયમો તોડવાને લઈને બલ્ગુરિયાના વડાપ્રધાનનું ઉદાહરણ દેશવાસીઓને આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે સમાચારોમાં જોયું હશે કે, એક દેશના વડાપ્રધાન પર 13 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કરણ કે તેઓ સાર્વજનિક સ્થળ પર માસ્ક લગાવ્યા વગર જ ગયા હતાં. ભારતમાં પણ સ્થાનિક પ્રશાસને આ પ્રકારે સક્રિયતા દાખવી કામ કરવાની જરૂર છે. 130 કરોડ દેશવાસીઓના જીવનની રક્ષા કરવાનું અભિયાન છે. ભારતમાં ગામનો પ્રધાન હોય કે દેશનો વડાપ્રધાન, કોઈ પણ વ્યક્તિ નિયમોથી ઉપર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન