જજોના સનસનીખેજ આરોપ: PM મોદીએ ફોન પર કોની સાથે વાત કરી? - Sandesh
  • Home
  • India
  • જજોના સનસનીખેજ આરોપ: PM મોદીએ ફોન પર કોની સાથે વાત કરી?

જજોના સનસનીખેજ આરોપ: PM મોદીએ ફોન પર કોની સાથે વાત કરી?

 | 2:59 pm IST

સુપ્રીમ કોર્ટના 4 જજોની તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા દિપક મિશ્રા પર સનસનીખેજ આરોપ મૂકયા બાદ ન્યાયપાલિકાથી લઇ સરકાર સુધીમાં ખળભળાટ મચી ગયો છે. જજોના આરોપો અને ચિઠ્ઠી બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન પર વાત કરી છે. મીડિયા રિપોર્ટસના મતે સરકારનું માનવું છે કે તેમણે આ મામલામાં દખલ કરવાની જરૂર નથી. સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના અંદરોઅંદરનો મામલો છે અને તેમાં સરકાર પક્ષ નથી.

બીજીબાજુ આખા કેસને લઇ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા એ અટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલ સાથે મુલાકાત કરી આખા કેસ પર ચર્ચા કરી છે. આ બધાની વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મીડિયાની સમક્ષ આવનાર જજો એ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે તો ચોક્કસ તેમને પીડા થશે.

સ્વામીએ કહ્યું કે જજો એ ચીફ જસ્ટિસ પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેમની વચ્ચે વિવાદ છે. આથી હવે પીએમ નરેન્દ્ર મોદી એ જ આ મામલામાં દખલ કરવી જોઇએ. સ્વામીએ કહ્યું કે મીડિયાની સમક્ષ વાત મૂકનાર ચારેય જજ બુદ્ધિજીવી છે અને તેમની વાત પર ધ્યાન આપવું જોઇએ.