Benefits of Curry Leaves - Health Benefits - Health Tips
  • Home
  • Featured
  • PM મોદીએ જણાવ્યા મીઠા લીમડાના ફાયદા, રસોઈનો વધારી દે છે સ્વાદ

PM મોદીએ જણાવ્યા મીઠા લીમડાના ફાયદા, રસોઈનો વધારી દે છે સ્વાદ

 | 10:46 am IST

ગઈ કાલે ડિસ્કવરી પર મેન વર્સિસ વાઈલ્ડ પ્રોગ્રામમાં PM મોદી અને બેયર ગ્રિલ્સ સાથે એક કાર્યક્રમ આવ્યો હતો. આ પ્રોગ્રામમાં PM મોદીએ પોતાના બચપનની યાદો તાજી કરી હતી સાથે સાથે તેમણે મીઠા લીમડાનું મહત્વ સમજાવ્યુ હતુ તમને જાણીને આશ્ચર્ય થશે એ હદે મીઠા લીમડાના અગણિત ફાયદાઓ રહેલા છે. 

આપણે ત્યાં રસોઈ કેવી બની તેનુ અનુમાન સુગંધથી આવી જાય છે. કેટલાક દૂરના ઘરે રસોઈ બનતી હોય પણ તેની સોડમથી આપણને જમી લેવાનું મન થઈ જાય છે. મીઠા લીંમડાનો પ્રયોગ દરેક ઘરે થાય છે. લીંમડો રસોઈનો સ્વાદ જાણે કે બમણો કરી દે છે. મીઠા લીંમડામાં વિટામીન, આઇરન, કેલ્શિયમ, ફોસ્ફરસ શરીર માટે ખુબજ ફાયદાકારક છે.
આજે તમને મીઠા લીમડાનો ઉપયોગ જણાવીશુ.

આ પણ વાંચો: શરીર પર આવા નિશાન દેખાય તો રહેશો નહી લાપરવાહ, જાણો તેની પાછળનું કારણ

એક ચમચી મધની સાથે એક ચમચી લીંમડાનો રસ ભેળવી પીશો તો કફ અને શરદીમાં રાહત મળશે. મીઠા લીમડાના પાનને પીસીને લીંબૂનો રસ અને ખાંડ ભેળવી ખાવાથી ઉલ્ટીમાં રાહત મળશે.

લીમડાનું સેવન લીવર અને બૈક્ટરિયા તથા વાયરલ ઈન્ફેક્શનથી બચાવી શકશે. ખાવામાં કરી પત્તાનો ઉપયોગ શરીરને વિટામિન A ભરપુર પ્રમાણમાં મળે છે. મીઠા લીમડામાં શુગરનું પ્રમાણ ઓછુ હોય છે. મોઢામાં છાલા પડે માથુ દુખતુ હોય તો હોય તો લીંમડાના પાન ચાવવાથી ફાયદો થાય છે.

દાળ કે શાકના વઘારમાં લીમડાના પાન ખુબજ સ્વાદ વધારી દે છે. કેટલાક લોકો રસોઈમાં ભરપુર માત્રામાં લીમડાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને કઢીન સ્વાદ બમણો થઈ જાય છે વળી આપણે ખાસ કરીને ગુજરાતી ડીસમાં જે ફરસાણ બનાવીએ છીએ તેમાં જે ઢોકળા હોય છે તેનો વઘાર કરીએ તેમાં લીંમડાના પાન ખુબજ સારા લાગે છે.

આ Video જુઓ: બે કલાકથી વધારે એક જ પોઝિશનમાં બેસી રહેશો તો જઇ શકે છે તમારો જીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન